રાહુલ ગાંધી કેમ ભડક્યા?
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે. કેરલમ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ કેરલમમાં મુખ્યમંત્રી કોણ બનશે? ભારે બહુમતી હોવા છતાં કોંગ્રેસ પાસે આ પ્રશ્ર્નનો જવાબ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે બેઠકો પણ થઈ રહી છે, તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ મળી શક્યો નથી.
આ દૃરમિયાન મુખ્યમંત્રીના ચહેરાની પસંદૃગીને લઈને પાર્ટીમાં આંતરિક ડખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિૃલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને શનિવારે યોજાયેલી ત્રણ કલાકની મેરેથોન બેઠક છતાં ત્રણ મુખ્ય દૃાવેદૃારો (વી.ડી. સતીશન, કેસી વેણુગોપાલ અને પૂર્વ પ્રદૃેશ અધ્યક્ષ રમેશ ચેન્નીથલા) વચ્ચે સહમતિ સધાઈ શકી નથી. જો કે હાઈકમાન્ડને એ વાતની રાહત ચોક્કસ મળી છે કે ત્રણેય નેતાઓ તેમના સમર્થકોને રસ્તા પર પ્રદૃર્શન ન કરવાની અપીલ કરવા માટે સંમત થયા છે. વીડી સતીશને પાર્ટી કાર્યકર્તાઓને આગ્રહ કર્યો છે કે રાજ્યભરમાં લગાવવામાં આવેલા તમામ લેક્સ બોર્ડ અને બેનરો હટાવી દૃેવામાં આવે.
એવું કહેવામાં આવી રહૃાું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરલમના રસ્તાઓ પર કોંગ્રેસની ખુલ્લી જૂથબંધી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહૃાું કે વિધાનસભા ચૂંટણીમાં યુડીએફ (ેંડ્ઢહ્લ)ની શાનદૃાર જીતની ચમક આ આંતરિક વિખવાદૃે ઝાંખી પાડી દૃીધી છે. રાહુલ ગાંધીએ ત્રણેય દૃાવેદૃારોને સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું કે ભારે જનાદૃેશ મળવા છતાં આ રીતે જાહેર દૃબાણ ઉભું કરવાની રીત યોગ્ય નથી.
અહેવાલ છે કે બેઠકમાં ત્રણેય નેતાઓ પોતપોતાના દૃાવા પર અડગ રહૃાા હતા. કેસી વેણુગોપાલે દૃાવો કર્યો હતો કે તેમને કોંગ્રેસ વિધાયક દૃળ (ઝ્રન્ઁ)માં બહુમતીનું સમર્થન પ્રાપ્ત છે અને ૬૩ ધારાસભ્યોમાંથી ૪૦થી વધુ તેમના પક્ષમાં છે. રમેશ ચેન્નીથલાએ વરિષ્ઠતાનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે વીડી સતીશને યુડીએફના સાથી પક્ષોનું સમર્થન અને જનતાનો અભિપ્રાય પોતાના પક્ષમાં હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, સતીશને હાઈકમાન્ડને ચેતવણી આપી છે કે જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો તેઓ કોઈ પદૃ સ્વીકારશે નહીં.