ચાલુ વર્ષમાં તાપમાન તમામ રેકોર્ડ તોડશે:સુપર અલ-નીનોને લઇને એલર્ટ
વિશ્ર્વભરમાં તાપમાન સતત વધી રહૃાું છે, જેના કારણે લોકોને અસહૃા ગરમીનો સામનો કરવો પડી રહૃાો છે. ભારતના અનેક વિસ્તારોમાં આ વર્ષે એપ્રિલમાં જ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જોકે, મે મહિનાની શરૂઆતથી દૃેશના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વરસાદૃને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ ૯ મે પછી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના તાજેતરના અહેવાલોએ મોટી ચેતવણી આપી છે. ઠંડા પવનોને બદૃલે હવે ‘સુપર અલ-નીનોનો ખતરો મંડરાઈ રહૃાો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વર્ષ ૨૦૨૬ના મધ્યમાં આ કુદૃરતી ઘટનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. આ ફેરફાર માત્ર થોડા દિૃવસોની ગરમી પૂરતો મર્યાદિૃત નથી, પરંતુ આગામી ચોમાસા અને ખેતી માટે પણ જોખમની નિશાની છે.ભારતીય હવામાન વિભાગે મે ૨૦૨૬ના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે દૃેશના કેટલાક ભાગોમાં વરસાદૃને કારણે તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે, પરંતુ અનેક રાજ્યોમાં ભીષણ હીટવેવનો ખતરો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દૃક્ષિણ ભારત અને ઉત્તર-પશ્ર્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે. વિશ્ર્વ હવામાન વિજ્ઞાન સંગઠને ચેતવણી જાહેર કરતા કહૃાું છે કે મેથી જુલાઈ ૨૦૨૬ વચ્ચે અલ-નિનો પૂર્ણપણે સક્રિય થવાની ૬૧ ટકા શક્યતા છે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર એટલી ઝડપથી આવશે કે માણસને સંભાળવાની તક પણ નહીં મળે.અલ-નીનો એક કુદૃરતી ઘટના છે.
જ્યારે પેસિફિક મહાસાગરનું પાણી ગરમ થાય છે, ત્યારે તેને અલ-નિનો કહેવામાં આવે છે. પરંતુ જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે (આશરે ૨ ડિગ્રી સેલ્સિયસથી વધુ) વધી જાય, ત્યારે તેને ‘સુપર અલ-નિનો કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર, ૨૦૨૬માં જોવા મળનારો અલ-નિનો છેલ્લા ૧૪૦ વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે. આ કુદૃરતી ઘટનાથી વાતાવરણમાં ભારે ગરમી પેદૃા થાય છે અને વરસાદૃની પેટર્ન બદૃલાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો અલ-નિનો સક્રિય થાય તો ભારતમાં ચોમાસું નબળું પડવાની શક્યતા વધી જાય છે, જે દૃુષ્કાળ જેવી સ્થિતિ સર્જી શકે છે. ૯ મે પછી સૂર્યના તાપનો પ્રકોપ વધવાની સાથે અલ-નિનોની સક્રિયતાથી તાપમાનમાં અચાનક ઉછાળો આવી શકે છે.