પોલીસના નકલી આઇડી કાર્ડ મળતા હડકંપ
પાકિસ્તાન સરહદૃને અડીને આવેલા પંજાબના અતિ સંવેદૃનશીલ જિલ્લા પઠાણકોટમાં એરફોર્સ સ્ટેશન પાસે ૩ શંકાસ્પદૃોની ધરપકડથી સનસનાટી મચી ગઈ છે. આ ત્રણેય પાસેથી પોલીસના નકલી આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ હોશિયારપુરના રહેવાસી છે.
પોલીસે જ્યારે ત્રણેય યુવકોની અટકાયત કરીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ બચાવવા માટે નકલી પોલીસ આઈડી કાર્ડનો ઉપયોગ કરતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની કાર અને નકલી આઈડી કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ છેતરિંપડી અને સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરવા બદૃલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીએસપી (ડી) વિપિન કુમારે જણાવ્યું કે, નૌશહરા નલબંદૃા નાકા પર રાત્રે લગભગ ૧૧ વાગ્યે પંજુપુર ગામ તરફથી એક આઈ-૨૦ કાર આવતી જણાઈ હતી. પોલીસે જ્યારે કાર રોકાવી ત્યારે તેમાં ત્રણ યુવકો સવાર હતા.
કાર ચલાવતા યુવકે પોતાની ઓળખ કોન્સ્ટેબલ સુનીર શર્મા તરીકે આપી હતી.તેણે પુરાવા તરીકે પોલીસ આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.
પરંતુ, અન્ય બે યુવકો પાસે કોઈ માન્ય દૃસ્તાવેજો નહોતા.
શંકા જતાં એએસઆઈ સરતાજ િંસહે આઈડી કાર્ડની બારીકાઈથી તપાસ કરી તો તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની કડક પૂછપરછમાં ત્રણેય યુવકોએ કબૂલાત કરી હતી કે તેઓ પોલીસમાં નથી, પરંતુ હાઈવે પર ટોલ ટેક્સ બચાવવા અને પોલીસ નાકાબંધીમાંથી સરળતાથી પસાર થવા માટે આ નકલી કાર્ડનો ઉપયોગ કરતા હતા.