રૂપિયો ધડામ-ડોલર સામે 95.20નો ભાવ: બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરને વટાવી ગયા બાદ 103 ડોલર
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધનો કોઇ અંત આવતો નથી અને વિવિધ ક્ષેત્રના સંકટ દુર થવાના સંકેતો નથી તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય અર્થતંત્ર માટે પેટ્રોલીયમથી માંડીને સોના ખરીદી-વિદેશ પ્રવાસ વિશે આપેલી સલાહના માર્કેટમાં વ્યાપક પ્રત્યાઘાત પડ્યા છે. અર્થતંત્રને ફટકો હોવાના તથા કડક આથિ4ક નિયંત્રણો આવી રહ્યાની આશંકાથી શેરબજારમાં કડાકો હતો. કરન્સી માર્કેટમાં રૂપિયો પણ તૂટ્યો હતો. ક્રૂડતેલ તેજી વચ્ચે 100 ડોલરની સપાટી વટાવી ગયું હતું.
મધ્ય પૂર્વ યુધ્ધમાં સમજુતી વિશે અનિશ્ર્ચિતતા યથાવત રહેતા અને આવતા દિવસોમાં તેમાં ગમે તેવા વળાંક આવી શકે તેવી આશંકાનો ખચકાટ હતો જ તેવા સમયે વડાપ્રધાન મોદીએ આર્થિક હાલતનો આડકતરો ઇશારો કરતાં ભારતીય અર્થતંત્રને યુધ્ધનો ફટકો મોટો હોવોની અટકળો ઉભી થિ હતી અને તેના ગભરાટ હેઠળ શેરબજાર મંદીમાં ધકેલાયું હતું. તમામ ક્ષેત્રોના શેરો ગગડ્યા હતા. સોનાની ખરીદી એક વર્ષ રોકવા તથા વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ આપતા ગોલ્ડ વ્યવસાય કરતી કંપનીઓના શેરો ગગડ્યા હતા તેમાં કલ્યાણ જ્વેલર્સ, સેન્સો, ટાઇટન, રાધિકા, ટીબીઝેડ, પીસી જ્વેલર્સ, કેડીએલ, સ્કાય ગોલ્ડ વગેરેનો સમાવેશ થતો હતો. આ સિવાય ટોટલ-એરલાઇન્સ તથા પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના શેરો પણ ગગડ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધની ભારતીય અર્થતંત્રને અસરની માહિતી હવે ખુલ્લી પડવા લાગતા તથા તેને કારણે આકરા નિર્ણયો આવવાની અટકળોનો ગભરાટ છે. હવે સરકાર નિર્ણયો જાહેર કરે કે ચોખવટ કરે તેના પર નવા ટ્રેન્ડનો આધાર રહેશે.શેરબજારમાં આજે મંદી વચ્ચે પણ વોડાફોન, ટોરન્ટ ફાર્મા, લોરસ લેબ, યસ બેંક, એથર એનર્જી, એચએફસીએલ, વારી એનર્જી જેવા શેરોમાં સુધારો હતો. એબીબી, સીમેન્સ, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, કેનેરા બેંક, સુઝલોન, પતંજલી, ટાટા કેપીટલ વગેરેમાં ઘટાડો હતો.મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 792 પોઇન્ટના કડાકાથી 76536 હતો જે ઉંચામાં 76678 તથા નીચામાં 76165 હતો. નિફટી 208 પોઇન્ટના ઘટાડાથી 23967 હતો તે ઉંચામાં 23997 તથા નીચામાં 23845 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો 70 પૈસા ગગડ્યો હતો અને 95.20 સાંપડ્યો હતો. જ્યારે ક્રુડતેલમાં ડબલ્યુટીઆઇ ક્રૂડ ઉંચામાં 100 ડોલર થયા બાદ 97.53 ડોલર હતું. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરની ઉપર ગયા બાદ 103.77 ડોલર હતું.
વિશ્ર્વ બજાર પાછળ સોનુ ઘટ્યું: ચાંદીના ભાવમાં વધુ 1200ની તેજી
વૈશ્ર્વિક ઘટનાક્રમો વચ્ચે જુદા-જુદા માર્કેટમાં ફરી અફડાતફડીનો માહોલ સર્જાયો છે અને તેમાં સોના-ચાંદી પણ બાકાત નથી.
વડાપ્રધાન મોદીએ એક વર્ષ સુધી સોનુ નહીં ખરીદવાનું આહવાન કરતાં ઝવેરીઓમાં સોંપો છે. વાસ્તવમાં આ સલાહની કોઇ અસર થાય છે કે કેમ તેના પર નજર છે એટલું જ નહીં સોના પરની આયાત-જકાત વધારા કે આયાત નિયંત્રણો જેવા પગલા જાહેર થાય છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે. રાજકોટમાં આજે સોનાના ભાવમાં મામૂલી ઘટાડો હતો. વિશ્ર્વબજારમાં સોનુ 4670 ડોલર હતું. હાજર સોનુ 155250 તથા વાયદામાં 152290 હતું. હાજર ચાંદી 263810 હતી. વાયદામાં જો કે, ભાવ 1350 વધીને 263280 હતો.