મુકેશ અંબાણીએ મેગા રોકાણકારોને સમજાવી દીધુ બોસ કોણ છે!
મુંબઈ: દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના જાયન્ટ એકમ રિલાયન્સ જીયો- ટેલીકોમ એન્ડ ડિજીટલ પ્લેટફોર્મના આઈપીઓમાં હવે અગાઉના રોકાણકારના શેરો જાહેર ભરણામાં (ઓફર ઓફ શેર) મુકવાના બદલે નવા શેર ઈસ્યુ કરીને તદન ફ્રેશ શેરોમાં આઈપીઓ લાવવા તૈયારી કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તેના શેર હોલ્ડરોનું હીત પહેલા ક્રમે છે. રિલાયન્સ જીયો, ટેલીકોમ, ડીજીટલ પ્લેટફોર્મને અલગ કરતા સમયે પહેલા અનેક કંપનીઓની માફક રિલાયન્સના રોકાણકાર સોવર્જીયન વેલ્થ ફંડ- ટેકનોલોજી કંપનીઓ અને પ્રાઈવેટ ઈન્વેસ્ટર્સ એમ કુલ 14 રોકાણકારોની શેરમૂડીમાં દરેકને 8થી8.5% શેર જાહેર ભરણા મારફત વેચવાની છુટ આપવા રિલાયન્સ તૈયાર હતું પણ ઈસ્યુના ભાવ મુદે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આ રોકાણકારો વચ્ચે ઈસ્યુના ભાવ મુદે વિવાદ સર્જાયો હતો. રોકાણકારો ઉંચો ભાવ માંગતા હતા પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમાં સંમત ન હતા. રિલાયન્સનો તર્ક હતો કે વધુ પડતા ઉંચા ભાવથી ઈસ્યુ સાઈઝના કારણે આઈપીઓ ખૂબજ મોટો રૂા.50000 કરોડથી પણ વધુ થઈ જશે. જે રીતે શેરબજારની હાલની સ્થિતિ છે તેવી માર્કેટ આ મોટો ઈસ્યુ પચાવી શકે કે કેમ તે પ્રશ્ર્ન છે. બીજુ વધુ પડતા ઉંચા ભાવ રિટેલ રોકાણકારોને અન્યાય હશે પછી જો લીસ્ટીંગ આ ઉંચા ભાવના કારણે ધબડકો થાય તે કંપનીને સ્વીકાર્ય નથી. મુકેશ અંબાણી પ્રારંભથી જ રિટેલ ઈન્વેસ્ટરોને લાભ મળે તે જોવા માંગતા હતા. લીસ્ટીંગ પછી ભાવ ઉંચા જાય તો રોકાણકારો કમાણી કરશે પછી હાલના રોકાણકારો પોતાની શેર મુડી વેચી શકે છે. હવે ફ્રેશ આઈપીઓથી તમામ નાણા કંપનીને જશે અને કંપનીના શેરમુડી વધવાથી હાલના રોકાણકારોની શેર હોલ્ડીંગ ટકાવારી પણ ઘટશે. 2020માં રિલાયન્સે આ રોકાણકારો પાસેથી 1.5 લાખ કરોડ મેળવ્યા હતા જેમાં ગુગલ-મેટા-સાઉદી અરેબીયા પબ્લીક ફંડ, કેકેઆર સહિતની અનેક આંતરરાષ્ટ્રીય રોકાણકારો સામેલ છે. આ રીતે મુકેશ અંબાણીએ સંદેશ મોકલી આપ્યો છે.