Jai Hind

મુખ્ય પ્રધાન બનતા જ વિજય એક્શનમાં મહિલાઓ માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના

ચેન્નાઈ: તમિલનાડુમાં મુખ્ય પ્રધાન બન્યાં બાદ વિજય એક્શન મોડમાં આવી ગયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જે વચનો આપ્યાં હતા તેમાં મહિલા સુરક્ષા માટે ’સિંગાપ્પેન સિરુમ્બુ’ ડ્રગ વિરોધી દળની રચના કરવા વચન આપ્યું હતું તેને આદેશ જારી કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજયે કહ્યું કે, આના દ્વારા મહિલાઓની સુરક્ષાને સંબંધિત ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પણ નિર્દેષ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ર00 યુનિટ મફત વિજળીની પણ જાહેરાત કરી દીધી છે.
મુખ્ય પ્રધાન દ્વારા આ દળને અનેક મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં મહિલાઓ અને યુવાનોને માદક દ્રવ્યોના વ્યસનમાંથી બચાવવા અને ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા, મહિલાઓ સામેના જાતીય ગુનાઓને રોકવા માટે, આ દળ સમગ્ર રાજ્યમાં સંકલિત રીતે કાર્ય કરશે. આ સાથે વિશેષ દળમાં મુખ્યત્વે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. એટલે કે હવે તમિલનાડુમાં મહિલાઓની સુરક્ષા વધારે મજબૂત થઈ ગઈ છે.
આ દળ માત્ર ગુનેગારોને પકડશે જ નહીં પરંતુ મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાઓ, કોલેજો અને સામાન્ય લોકોને મળીને જાગૃકતા ફેલાવશે. મુખ્ય પ્રધાન વિજયે મહિલાઓ સામેના ગુનાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના દરેક જિલ્લામાં આ દળની સ્થાપના કરવાના નિર્દેશો જારી કર્યા છે. સરકારની મંજૂરી બાદ, પોલીસ મહાનિર્દેશક (ઉૠઙ) એ તેના અમલીકરણ માટે ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી છે.