બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં નિર્ણય
પશ્ર્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે.
પશ્ર્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દૃેવામાં આવ્યો છે.
કેબિનેટનો સૌથી મહત્ત્વનો નિર્ણય બાંગ્લાદૃેશ સરહદૃ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદૃેશ સરહદૃને અડીને આવેલી જમીન મ્જીહ્લ (સીમા સુરક્ષા દૃળ) ને સોંપવાનો નિર્ણય કર્યો છે જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરી શકાય. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ જશે અને આગામી ૪૫ દિૃવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી બંગાળમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદૃેસર ઘૂસણખોરીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી ગઈ છે:
આયુષ્માન ભારત: કેન્દ્રની આ આરોગ્ય યોજના હવે પશ્ર્ચિમ બંગાળમાં પણ લાગુ થશે, જેનાથી ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે.
ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી): દૃેશભરમાં અમલી બનેલા નવા કાયદૃા ’ભારતીય ન્યાય સંહિતા’ ને હવે બંગાળમાં પણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે.
વસ્તી ગણતરી (ઝ્રીહજેજ): જૂન ૨૦૨૫ ના વસ્તી ગણતરી અંગેના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રનો અમલ કરવાની પણ મંજૂરી અપાઈ છે.
શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદૃવારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે.
શાળાના શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદૃવારોની વયમર્યાદૃામાં ૫ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દૃરમિયાન આપેલું આ વચન પ્રથમ કેબિનેટમાં જ પૂરું કરવામાં આવ્યું છે.