અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.૨નો વધારો

પ્ોટ્રોલ-ડિઝલના ભાવ વધારાની શક્યતા વચ્ચે મોંઘવારીનો વધુ એક માર

ભેંસના દૃૂધમાં પ્રતિ લીટર રૂા.૪નો વધારો:આ નવો ભાવ વધારો મધરાતથી જ લાગુ

ભારતની સૌથી મોટી દૃૂધ ઉત્પાદૃક સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેિંટગ ફેડરેશન, જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૃૂધ અને દૃૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૃૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા ૨ નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે ૧૪ મે ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ િંકમતમાં ૨.૫% થી ૩.૫% સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૃૂધના ભાવમાં છેલ્લે મે-૨૦૨૫માં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદૃ એક વર્ષ પછી આ વધારો અમલી બન્યો છે.
આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદૃન ખર્ચમાં થયેલો વધારો જવાબદૃાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૃૂધ પેકેિંજગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દૃીઠ રૂ. ૩૦ (આશરે ૩.૭%) નો વધારો કર્યો છે.
અમૂલની સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્રાહકો પાસેથી મેળવેલા પ્રત્યેક રૂપિયામાંથી આશરે ૮૦ ટકા રકમ સીધી દૃૂધ ઉત્પાદૃકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો પણ સીધો ૩૬ લાખ દૃૂધ ઉત્પાદૃકો પાસે જશે, જે તેમને દૃૂધનું ઉત્પાદૃન વધારવા અને પશુપાલન વ્યવસાયમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓના બજેટ પર અસર પડશે, પરંતુ બીજી તરફ લાખો પશુપાલકોને તેમના વધતા ખર્ચ સામે રક્ષણ મળશે.
વધતા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા માટે દૃેશભરમાં દૃૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડી શકે છે અને ખાદ્ય ફુગાવામાં વધારો થવાની શક્યતા છે. અગાઉ છેલ્લે મે ૧, ૨૦૨૫ ના રોજ દૃૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
આ ભાવ વધારો પ્રતિ લિટર અંદૃાજે ૨.૫ થી ૩.૫ ટકા જેટલો છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો હોવાનું જણાવાયું છે. દૃૂધના ઉત્પાદૃન ખર્ચમાં થયેલો વધારો, ખાસ કરીને પશુ આહાર, પેકેિંજગ ફિલ્મ અને બળતણના ખર્ચમાં વૃદ્ધિ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. સહકારી મંડળીએ દૃાવો કર્યો કે, ગ્રાહકો પાસેથી મેળવેલા દૃરેક રૂપિયામાંથી ૮૦ પૈસા સીધા દૃૂધ ઉત્પાદૃકોને આપવામાં આવે છે. આ વધારાથી ખેડૂતોને ટકાઉ નફો મેળવવામાં અને દૃૂધનું ઉત્પાદૃન વધારવામાં મદૃદૃ મળશે. સહકારી સભ્યોએ ખેડૂતો પાસેથી દૃૂધની ખરીદૃીના ભાવમાં પ્રતિ કિલો ફેટ દૃીઠ ૩૦ રૂપિયાનો વધારો કર્યો છે, જે મે ૨૦૨૫ ના દૃરો કરતા ૩.૭ ટકા વધુ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ દૃરમિયાન પણ પશુ આહારના ભાવમાં ૧૫-૨૦% નો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે સહકારી મંડળીઓએ વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે પરિવહન અને બળતણના ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર દૃૂધના વિતરણ ખર્ચ પર પડી રહી છે.

મધરડેરીએ પણ દૃૂધના પ્રતિ લીટર રૂા.૨નો ભાવ વધાર્યો
મધર ડેરીએ બુધવારે એક નિવેદૃન બહાર પાડીને જણાવ્યું હતું કે કંપનીએ તેના વિવિધ પ્રકારના પ્રવાહી દૃૂધના ગ્રાહક ભાવમાં લીટર દૃીઠ ૨ રૂપિયાનો વધારો કર્યો છે.
એક લિટર ભેંસના દૃૂધના રૂા. ૫ વધારીન્ો િંકમત ૭૫ રૂપિયાથી વધારીને રૂા.૮૦ કરવામાં આવી છે.
એક લિટરના પેકની િંકમત હવે ૬૯ રૂપિયાથી વધીને ૭૨ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ૫૦૦ મિલીલીટરના પેકની િંકમત ૭૦ રૂપિયાથી વધારીને ૭૨ રૂપિયા કરવામાં આવી છે.કંપનીએ ડબલ ટોન્ડ મિલ્ક, ટોન્ડ મિલ્ક, ગાયના દૃૂધ અને પ્રો મિલ્ક વેરાયટીના ભાવમાં પણ ફેરફાર કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ