વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વના અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. એક તરફ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા વર્ષ ૨૦૨૬-૨૭ની સીઝન માટે ૧૪ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (સ્જીઁ) માં નોંધપાત્ર વધારો કર્યો છે. તો બીજી તરફ ગુજરાત માટે મોટી જાહેરાત કરતા, અમદૃાવાદૃ (સરખેજ) થી ધોલેરા દૃેશની પહેલી સેમી-હાઈ-સ્પીડ ડબલ-લાઈન રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દૃીધી છે. આ ઉપરાંત દૃેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે રૂ.૩૭૫૦૦ કરોડના ખર્ચે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ કેબિનેટે પાસ કરી દૃીધો છે.
ખેડૂતોની આવક વધારવા અને તેમને પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે ૧૪ ખરીફ પાકોના સ્જીઁ વધારવામાં આવ્યા છે. આ વખતે સૌથી મોટો ફાયદૃો સૂર્યમુખી પકવતા ખેડૂતોને થશે, કારણ કે તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૨૨ નો જંગી વધારો કરાયો છે. ત્યારપછી કપાસના ભાવમાં રૂ.૫૫૭, નાઈજરસીડમાં રૂ.૫૧૫ અને તલના ભાવમાં રૂ.૫૦૦ નો પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ સરકારે ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.૩૭૫૦૦ કરોડના કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. અશ્ર્વિની વૈષ્ણવે સમજાવ્યું હતું કે ભારત પાસે આગામી ૨૦૦ વર્ષ સુધી ચાલે તેટલો કોલસાનો વિશાળ ભંડાર છે. હવે આ જ કોલસામાંથી સીધો ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. ત્યારબાદૃ આ ગેસનો ઉપયોગ ખાતર બનાવવા, વીજળી પેદૃા કરવા અને વિવિધ પ્રકારના ઉપયોગી રસાયણો બનાવવા માટે કરવામાં આવશે. ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિઓને જોતા દૃેશને ગેસ અને ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફ આ એક બહુ મોટું પગલું છે. ભારતની પાસે ૨૦૦ વર્ષ સુધી ચાલે એટલો પૂરતો કોયલાનો ભંડાર છે, જેનો ઉપયોગ હવે ગેસ બનાવવા માટે થશે.
આમાં ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે.આ ઉપરાંત, નાગપુર એરપોર્ટને હવે ઁઁઁ મોડલ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં આવશે, જેના કારણે વિદૃર્ભ વિસ્તારમાં પ્રવાસન અને વેપારને પ્રોત્સાહન મળશે.
