કુકી ખ્રિસ્તી ધર્મગુરુઓ પર ગોળીબાર, હુમલામાં અન્ય પાંચ લોકો ઘાયલ
રાજ્યમાં વંશીય સંઘર્ષ વચ્ચે દૃુ:ખદૃ ઘટના
મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષની વચ્ચે એક અત્યંત દૃુખદૃ ઘટના સામે આવી છે. કાંગપોકપી જિલ્લામાં શાંતિ અને સમાધાનના ઉમદૃા હેતુ માટે કાર્યરત ત્રણ કુકી ખ્રિસ્તી ધર્મગુરુ પર ઘાતકી હુમલો કરાયો છે. આ હુમલામાં સ્થાનિક સ્તરે જાણીતા અને લોકપ્રિય રેવરેન્ડ વી. સીતલ્હૌ સહિત ત્રણ વરિષ્ઠ (ધાર્મિક) નેતાઓએ પણ જીવ ગુમાવ્યા છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર, થાદૃુ બેપ્ટિસ્ટ એસોસિએશન અને યુનાઇટેડ બેપ્ટિસ્ટ કાઉન્સિલના પ્રતિનિધિઓ ચુરાચાંદૃપુરથી કાંગપોકપી તરફ જઈ રહૃાા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ નાગાલેન્ડમાં આયોજિત શાંતિ મંત્રણામાં હાજરી આપવા ગયા હતા. આ ધર્મગુરુઓ અહીંના વિવિધ સમુદૃાય વચ્ચે સુમેળ સ્થાપવાના પ્રયાસોમાં જોડાયેલા હતા. આ દૃરમિયાન રસ્તામાં સશસ્ત્ર હુમલાખોરોએ તેમના વાહનો પર અંધાધૂંધ ફાયિંરગ કર્યું હતું. આ હુમલામાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.આ ઘટના બાદૃ ‘કુકી ચર્ચના ત્રણ ધર્મગુરુની હત્યા થઈ હોવાના અનેક અહેવાલો પ્રસારિત થયા હતા. જો કે, સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ દૃાવો કર્યો છે કે, મણિપુરમાં ખોટી ઓળખને કારણે, થાદૃુ લોકોએ ભારે િંકમત ચૂકવી છે અને તેઓ મણિપુરમાં તમામ બાજુથી ચાલી રહેલી વંશીય િંહસાના સૌથી ખરાબ ભોગ બન્યા છે. થાદૃુ એ કુકી નથી પરંતુ અલગ છે. થાદૃુ બેપ્ટિસ્ટ એસોસિએશન એ કુકી ક્રિશ્ર્ચિયન લીડર્સ ફોરમ, કુકી બેપ્ટિસ્ટ કન્વેન્શન કે કુકી ક્રિશ્ર્ચિયન ચર્ચનો હિસ્સો નથી.