પરીક્ષાની નવી તારીખ એડમીટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર, કાઉન્સેલીંગ સમય-સીમા સહિતના અનેક સવાલોના જવાબો ઉમેદવારો શોધી રહ્યા છે
અગાઉ પેપર લીક થયેલ ત્યારે કે.રાધાકૃષ્ણન સમીતીએ ઓનલાઈન પરીક્ષા અને હાઈબ્રીડ મોડેલનું સૂચન કર્યું હતુ પણ ભલામણનો અમલ ન થયો મીતીએ ઓનલાઈન પરીક્ષા અને હાઈબ્રીડ મોડેલનું સૂચન કર્યું હતુ પણ ભલામણનો અમલ ન થયો
મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે ત્રણ મે એ લેવાયેલી નીટ (યુજી) પરીક્ષા ગઈકાલે રદ થતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. પેપર લીકના કારણે વધુ એકવાર નીટ પરીક્ષા રદ થવાથી દેશના 2279 લાખ જેટલા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યુ હતું. આવું પહેલીવાર નથી, 2024માં પણ નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા પરીક્ષાને રદ કરાઈ હતી. ત્યારબાદ ફરી ગઈકાલે આ જ મુદ્દે નીટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ઘટનાએ આવી પરીક્ષાઓના સંચાલન પર ફરી એકવાર પ્રશ્ર્નચિહન લગાવી દીધું છે? શું આપણે કયારેય આપણી પરીક્ષા પ્રણાલીને એક અભેદ કિલ્લાની જેમ મજબૂત બનાવી શકીશું કે કયારેય પેપર લીક ન થાય અને છાત્રાને પરેશાનીનો સામનો ન કરવો પડે. આવી ઘટનાઓ આપણી પ્રવેશ પરીક્ષા પ્રણાલીમાં અનાસ્થા અને અવિશ્ર્વાસ પેદા કરે છે. એ 22.79 લાખ વિદ્યાર્થીઓના બારામાં વિચારો, જે 3 મે એ દેશના 551 અને વિદેશના 14 શહેરોના 5400 કેન્દ્રો પર પહોંચ્યા હતા.
રાજસ્થાન પોલીસને ફરિયાદ મળી હતી કે નીટ પરીક્ષાના 42 કલાક પહેલા વોટસએપ પર ગેસ પેપર વિતરીત થતું જોવા મળ્યું હતું. જેમાં બહુ વૈકલ્પિક 410 પ્રશ્ર્નો અને ઉતર અપાયા હતા. જેમાં 100 પ્રશ્ર્ન નીટ પરીક્ષામાં પૂછાયા હતા. સવાલો હુબહુ મળતા હતા. આ ગેસ પેપરની કથા રાજસ્થાનના ચુરુ અને સીકર જેવા શહેરોથી શરૂ થઈ હતી જયાં તે 5 લાખથી 30 હજાર રૂપિયામાં વેચાયા હતા.
નીટ (યુજી) 2016 પરીક્ષા રદ થવાથી મેડીકલ કોર્સમાં પ્રવેશની તૈયારી કરી રહેલા 22 લાખથી વધુ છાત્રો અને તેમના પરિવારો હવે પછી શું કરવું તેને લઈને ચિંતીત છે, જેમાં પરીક્ષાની નવી તારીખ, એડમીટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર અને કાઉન્સેલીંગની સમયસીમા સામેલ છે. ઉમેદવારો અનેક સવાલોના જવાબ શોધી રહ્યા છે.
જે પરીક્ષા રદ કરાઈ છે તેની પોલીસ અને સીબીઆઈ તપાસ કરી રહી છે. એનટીએએ કહ્યું છે કે પરીક્ષા પુરી સુરક્ષા પ્રોટોકોલ સાથે આયોજીત કરાઈ છે.
એનટીએએ કહ્યું હતું કે પરીક્ષા તેના આંતરિક સંસાધનોનો ઉપયોગ કરીને બીજીવાર લેવાશે. હા, એડમીટ કાર્ડનો કાર્યક્રમ અધિકૃત માધ્યમોથી સૂચિત કરાશે. ઉમેદવાર અને તેમના માતા-પિતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ બીજીવાર પરીક્ષાની તારીખો, નવા એડમીટ કાર્ડ અને પરીક્ષા સાથે સંકળાયેલી જાણકારીઓ માટે માત્ર એનટીએની અધિકૃત ચેનલો પર જ ભરોસો કરે.
એજન્સીએ છાત્રોને એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડીયા પર ચાલી રહેલી પુષ્ટિ વિનાની ખબરો પર ધ્યાન ન આપે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી નીટને પ્રશ્ર્નપત્ર લીક એવી પરીક્ષામાં ગરબડના આરોપોના કારણે તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.
બે વર્ષ પહેલા નીટની પરીક્ષાનું પેપર લીક થયાના વિવાદ બાદ રચાયેલી 7 સભ્યોની કે. રાધાકૃષ્ણન સમીતીએ પરીક્ષામાં સુધારાને લઈને અનેક સૂચનો કર્યા હતા. સમીતીએ નીટ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં મોટા ફેરફારોની ભલામણો કરી હતી.
સમીતીએ પેપર-આધારિત પરીક્ષાઓના જોખમ ઘટાડવા તબકકાવાર રીતે ઓનલાઈન પરીક્ષા તરફ વધવાનું સૂચન કર્યું હતું. જયાં પુરી રીતે ઓનલાઈન પરીક્ષા સંભવ નથી, ત્યાં હાઈબ્રીડ મોડલની ભલામણ કરાઈ છે. તેમાં પ્રશ્ર્નપત્ર ડિજીટલ રીતે કેન્દ્રો પર મોકલવામાં આવશે અને છાત્ર ઉત્તર પેપર પર આપશે. આ ઉપરાંત નીટ (યુજી)ના ભારે દબાણને જોતા સમીતીએ તેને જેઈઈ મેઈન અને એડવાન્સ્ડની જેમ બે તબકકામાં કરાવવાનું સૂચન કર્યું હતું. જેમાં પ્રથમ ચરણ સ્ક્રીનીંગ, બીજું ચરણ એ છાત્રો માટે જે કવોલિફાય કરે, આથી પરીક્ષા કેન્દ્રો પર બોજ ઘટે અને ચુંટાયેલા છાત્રોની એકયુરસી વધે. આ ઉપરાંત એમટીએમાં કોન્ટ્રાકટ આધારિતના બદલે કાયમી કર્મચારીની સંખ્યા વધારવાનું સૂચન કરાયું હતું. પરીક્ષા પ્રશાસન પર સરકારી નિયંત્રણ, સીમીત સમયમાં પેપર મોકલવાનું સૂચન કરાયું હતું.
