પાર્ટીએ પક્ષના હોદ્દા પરથી હાંકી કાઢયા: રાજકીય નવા જુનીના એંધાણ
તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકે સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે.
આ બહુમત પરીક્ષણ દરમિયાન અઈંઅઉખઊંમાં મોટું ભંગાણ જોવા મળ્યું હતું. પક્ષના આદેશની અવહેલના કરીને 25 બાગી ધારાસભ્યોએ ટીવીકે સરકારની તરફેણમાં ’ક્રોસ વોટિંગ’ કર્યું હતું. આ ઘટના બાદ અઈંઅઉખઊંના જનરલ સેક્રેટરી એડપ્પાદી કે. પલાનીસ્વામી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે સી.વી. શણમુગમ, એસ.પી. વેલુમણિ અને વિજયભાસ્કર સહિત કુલ 29 નેતાઓને પક્ષના વિવિધ હોદ્દા પરથી દૂર કરી દીધા છે. આ યાદીમાં 13 વર્તમાન ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. પલાનીસ્વામીએ આ બાગી ધારાસભ્યોની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી છે. બાગી નેતા સી.વી. શણમુગમે આ ક્રોસ વોટિંગ પાછળનું કારણ સમજાવતા દાવો કર્યો હતો કે ટીવીકે અને અઈંઅઉખઊં બંનેની વિચારધારા સમાન છે. તેમણે કહ્યું કે બંને પક્ષો ડીએમકેને એક નબળી કે ખરાબ શક્તિ તરીકે જુએ છે, તેથી જ તેમણે સરકારને ટેકો આપ્યો છે. શણમુગમે પલાનીસ્વામીના એવા આરોપોને પણ ફગાવી દીધા હતા કે તેમને સરકારને સમર્થન આપવાના બદલામાં મંત્રી પદની લાલચ આપવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષી નેતા અને ડીએમકે ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ટીવીકે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે વિજય સરકાર ’ઉધાર’ના સાથીઓ અને અઈંઅઉખઊંમાં ભાગલા પાડીને સત્તામાં આવી છે. તેમણે વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) થઈ હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ટીવીકે પાસે પોતાના 105 ધારાસભ્યો હતા, પરંતુ બાગી ધારાસભ્યો અને અખખઊંના એક ધારાસભ્યના ટેકાથી આ આંકડો 144 સુધી પહોંચ્યો હતો.
