સી-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ : ભારતમાં પ્રથમવાર ખાનગી કંપનીએ વાયુસેના માટે વિમાન બનાવ્યું
સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્ર્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે કરાર થયા બાદ વડોદરામાં પ્રથમ વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. ટેસ્ટિંગ માટે તૈયાર થયેલા ઈ-295 એરક્રાફ્ટનો વીડિયો સામે આવ્યો છે. ઓક્ટોબર 2024માં વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્પેન સાથેના 56 ઈ-295 વિમાન માટે થયેલા કરાર મુજબ 16 વિમાન સ્પેનથી તૈયાર આવવાના છે, જ્યારે 40 વિમાન ભારત બનાવાના છે. તેમાંનું પ્રથમ વિમાન વડોદરામાં બનીને તૈયાર થઈ ગયું છે. જેનું હવે ટેસ્ટિંગ કરાશે.મહત્વપૂર્ણ છે કે, દેશમાં પ્રથમ વખત પ્રાઇવેટ કંપની દ્વારા સેના માટે ઈ-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાને આ સપ્ટેમ્બરમાં તેનું પહેલું ’મેડ ઇન ઇન્ડિયા’ ઈ-295 એરક્રાફ્ટ મળવાની તૈયારી છે. આ એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ સુવિધામા કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો સામે આવ્યો છે અને આ એરક્રાફ્ટની પહેલી ઝલક જોવા મળી છે. દેશનું પ્રથમ સી-295 વિમાન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું હવે ટેસ્ટિંગ થશે અને ત્યારબાદ તે ઉપયોગમાં લેવામાં આવશે. વડોદરામાં તૈયાર થયેલ આ વિમાન પહેલું છે તે દરેક માટે ગૌરવની બાબત છે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ઝઅઝઅ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં ઈ-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ઝઅજક) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે. આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં ઈ295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં ઈ-295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. ઈ295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના ઇંજ748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ અગ-32ને બદલવામાં આવશે.