સીબીઆઈની પેપર લીક કાંડમાં હવે ‘ઈનસાઈડર’ પર તવાઈ
પૂણેથી ‘વચેટિયા’ બ્યુટિશિયન યુવતીની શંકાના આધારે ધરપકડ
સીબઆઈએ નીટ યુજી 2026 પેપર લીક મામલામાં તપાસ ઝડપી બનાવાઈ છે. જેમાં ઈનસાઈડરની ભૂમિકા પર શંકા ઉંડી બની છે, આ કડીમાં પૂણેથી વધુ એક શંકાસ્પદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જયારે મહારાષ્ટ્રના લાતુરમાં એકે સેવા નિવૃત કેમિસ્ટ્રી પ્રોફેસરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મામલામાં ધરપકડની સંખ્યા 7 સુધી પહોંચવાની સાથે જ તપાસકર્તાએ પતો લગાવવાની કોશિષ કરી રહ્યા છે કે શું આ ઘરફોડીએ ઉચ્ચ સુરક્ષા વાળી ચેન ઓફ કસ્ટડીની અંદરથી થઈ હતી, જેની પાસે 3 મેએ થનારી પરીક્ષા પહેલા પ્રશ્ર્નપત્રોની પહોંચ હતી. ખાસ કરીને પ્રશ્ર્નપત્ર તૈયાર કરનાર વિષય વિશેષજ્ઞ અને પેનલમાં સામેલ બધા પ્રોફેસરો અને શિક્ષકોની ભૂમિકાની ઉંડાણથી તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે પૂર્ણના સુખસાગરનગર વિસ્તારમાંથી સીબીઆઈએ મનીષા વાઘમારે નામની એક મહિલાની ધરપકડ કરી છે, જે એક બ્યુટીપાર્લર ચલાવે છે તેની સામે આરોપ છે કે તેણે ધનંજય સાથે વચેટીયા તરીકે કામ કયુર્ં છે. તપાસમાં બહાર આવ્યું છે કે પરીક્ષા પહેલા મનીષાને લગભગ બે ડઝન બેન્ક ખાતામાંથી પૈસા મોકલવામાં આવ્યા હતા. લાતુરમાં કસ્ટડીમાં લેવાયેલ સેવા નિવૃત પ્રોફેસર દયાનંદ સાગર કોલેજ સાથે સંકળાયેલા હતા. સુત્રો અનુસાર આ પ્રોફેસરએ અનુવાદ પેનલના ભાગ હતા. જેમણે પ્રશ્ર્નપત્રોના મરાઠીમાં અનુવાદન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષા 13 ભાષામાં યોજાય છે. એટલે અનુવાદ દરમિયાન કડક ગોપનીયતાનું પાલન કરવામાં આવે છે. પરંતુ અહીંથી પેપર લીકની સંભાવના વ્યકત કરવામાં આવે છે.