Jai Hind

NEET પેપર લીક મામલામાં ખુલાસો સ્પષ્ટ થઈ ગયું છે કે આ પેપર લીક કેટલું ઊંડું અને સુઆયોજિત હતું


આરોપીઓની ચાલાકીને જોતા કોર્ટે સીબીઆઈને પૂરા ૧૪ દિૃવસની કસ્ટડી સોંપી દૃીધી છે

NEET મહા-કૌભાંડ (NEET ૨૦૨૬) ની તપાસ કરી રહેલી સીબીઆઈ (ઝ્રમ્ૈં) ના હાથમાં આજે વધુ એક મોટી સફળતા લાગી છે. પેપર-સેિંટગ કમિટીની ધરપકડ કરાયેલી સભ્ય મનીષા મંઢારેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં આરોપીઓની ચાલાકીને જોતા કોર્ટે સીબીઆઈને પૂરા ૧૪ દિૃવસની કસ્ટડી સોંપી દૃીધી છે. કોર્ટ રૂમની અંદૃર સીબીઆઈએ જે દૃલીલો કરી, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પેપર લીક કેટલું ઊંડું અને સુઆયોજિત હતું.
ઝ્રમ્ૈં એ અદૃાલતને જણાવ્યું કે મનીષા મંઢારે કોઈ સામાન્ય આરોપી નથી. તે બોટની (વનસ્પતિ વિજ્ઞાન) અને ઝૂઓલોજી (પ્રાણી વિજ્ઞાન) ના પ્રશ્ર્નપત્રોના અનુવાદૃ કરવાની નિષ્ણાત હતી. આ જ કારણે તેની પહોંચ સીધી અસલી પ્રશ્ર્નપત્રો સુધી હતી અને આ બાબતનો ફાયદૃો ઉઠાવીને તેણે આખી સિસ્ટમ ને છેતરી હતી. મનીષા મંઢારે આખી રમતમાં એકલી નહોતી. તે પી.વી. કુલકર્ણી અને મનીષા વાઘમારે સાથે મળીને એક ઊંડા ષડયંત્ર હેઠળ કામ કરી રહી હતી. તપાસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે મનીષા મંઢારેએ પોતાની પાસે રહેલું અસલી પ્રશ્ર્નપત્ર શુભમ નામના અન્ય એક આરોપીને સોંપી દૃીધું હતું, જેણે તેને આગળ વહેંચ્યું હતું.
ઝ્રમ્ૈં એ કોર્ટ પાસે ૧૪ દિૃવસની લાંબી કસ્ટડી માંગતા કહૃાું કે, આ સમયે સમગ્ર દૃેશમાં એક સાથે દૃરોડા અને તપાસ ચાલી રહી છે. આ નેટવર્ક ઘણું મોટું હોવાથી, મનીષા મંઢારેને તપાસ અને પુરાવા એકત્ર કરવાના સિલસિલામાં દૃેશના અલગ-અલગ ભાગોમાં લઈ જવી ખૂબ જ જરૂરી છે.
નીટ પેપર લીક વિવાદૃ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે દ્ગ્છ માં ચાર મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી દૃીધી છે. જેમાં ૨ સંયુક્ત સચિવ અને ૨ સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે. આ નિમણૂક ર્ડ્ઢઁ્ એટલે કે પર્સનલ એન્ડ ટ્રેિંનગ ડિપાર્ટમેન્ટે કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદૃ કરી છે.
અનુજા બાપટ તેઓ ૧૯૯૮ બેચના ૈંજીજી એટલે કે ભારતીય આંકડાકીય સેવાના અધિકારી છે. રૂચિતા વિજ તેઓ ૨૦૦૪ બેચના ૈંઇજી એટલે કે ભારતીય મહેસૂલ સેવા ના અધિકારી છે.