Jai Hind

દૃેશવ્યાપી નેત્ર ચિકિત્સાનો બિહારથી પ્રારંભ કરતા ગૌતમ અદાણી

અદૃાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદૃાણીએ ‘સેવા હી સાધના હૈ મંત્રથી પ્રેરિત થઈને બિહારના પવિત્ર યાત્રાધામ મસ્તીચક ખાતે ૧૫૦ કરોડ રૂપિયાની વિશાળ નેત્ર સ્વાસ્થ્ય સેવાનો પાયો નાખ્યો છે. આ પહેલના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં રાહત દૃરે આંખોની ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ર્ચિત કરવામાં આવશે.
અદૃાણી ફાઉન્ડેશન દ્વારા અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ૧૫૦ કરોડ રૂપિયાના ભંડોળમાંથી મસ્તીચકમાં ‘અદૃાણી સેન્ટર ફોર આઇ’ અને ’અદૃાણી ટ્રેિંનગ ઇન ઓપ્થેલ્મિક મેડિસિન’ ની સ્થાપના કરવામાં આવશે.
અદૃાણી સેન્ટર ફોર આઇ ડિસીઝ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદૃ લોકોને સુલભ અને સસ્તી આંખની સારવાર પૂરી પાડવાનો છે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદૃાણી ટ્રેિંનગ સેન્ટર ફોર ઑપ્થેલ્મિક મેડિસિન પ્રોજેક્ટ દ્વારા આંખના નિષ્ણાતો અને મહિલા સ્વાસ્થ્ય કર્મીઓની એક નવી પેઢી તૈયાર કરવામાં આવશે.
આ પહેલથી દૃર વર્ષે અંદૃાજે ૩.૩ લાખ આંખની સર્જરી શક્ય બનશે. આ ઉપરાંત દૃર વર્ષે આંખની સંભાળ ક્ષેત્રના ૧,૦૦૦ હેલ્થ પ્રોફેશનલ્સને વિશેષ ટ્રેિંનગ પણ આપવામાં આવશે. આ સાથે બિહારના દૃૂરદૃરાજના ગામડાઓ સુધી પહોંચવા માટે ૧૦ નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌતમ અદૃાણીએ મસ્તીચકની ગાયત્રી શક્તિપીઠમાં દૃર્શન કર્યા બાદૃ જણાવ્યું હતું કે, “કોઈ વ્યક્તિની આંખોની રોશની પાછી લાવવી એ માત્ર સારવાર નથી. આ તેમના જીવનમાં ફરીથી આશા, આત્મવિશ્ર્વાસ અને સન્માન પરત લાવવાનું પુણ્ય કામ છે. માનવતા માટે આનાથી મોટી સેવા કદૃાચ બીજી કોઈ હોઈ શકે નહીં.”
આ નેત્ર ચિકિત્સા પહેલ બિહાર પ્રત્યે અદૃાણી ગ્રુપની સતત વધતી પ્રતિબદ્ધતાને દૃર્શાવે છે. આ કાર્યક્રમમાં તેમની સાથે અદૃાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદૃાણી અને અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલના ઝ્રર્ઈં મૃત્યુંજય તિવારી પણ ઉપસ્થિત રહૃાા હતા.
અદૃાણી ગ્રુપ બિહારના સૌથી મોટા ખાનગી રોકાણકારોમાંનું એક છે, જેનું કુલ રોકાણ આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ રોકાણમાં ભાગલપુરના પીરપૈંતી ખાતે ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો ૨,૪૦૦ મેગાવોટનો અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સામેલ છે. આ ઉપરાંત, અદૃાણી ગ્રુપ દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અને સિમેન્ટના કારખાનાઓમાં પણ રોકાણ કરવામાં આવી રહૃાું છે.

કુલ રૂા.૭૦૦ કરોડથી વધુનુ રોકાણ કરાશે
બિહારમાં આ પ્રોજેક્ટના ભૂમિપૂજન ઉપરાંત, ગૌતમ અદૃાણીએ અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલની સેવાઓને દૃેશભરના વંચિત સમુદૃાયો સુધી પહોંચાડવા માટે વધુ ૫૦૦ કરોડ રૂપિયાની વ્યક્તિગત પ્રતિબદ્ધતા જાહેર કરી છે. ’અદૃાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન’ દ્વારા તમામ નેત્ર ચિકિત્સા પહેલ પાછળ કુલ મળીને ૭૦૦ કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ કરવામાં આવશે.