Jai Hind

ભાવ વધારાની અસરના કારણે બીજી અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે

ઝડપથી વેચાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સની મોટી કંપનીઓએ પહેલેથી જ ખર્ચાના દૃબાણ અંગે િંચતા જતાવવાનું શરૂ કરી દૃીધું છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલમાં જ લગભગ ૩ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે આ ભાવ વધારો ખાલી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સુધી જ સીમિત રહેશે તો તમારી ભૂલ છે. કારણ કે આ ભાવ વધારાની અસરના કારણે બીજી અનેક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
રોજબરોજના વપરાશવાળી અનેક ચીજોથી લઈને તમારું માસિક ગ્રોસરી બિલ પણ વધી શકે છે. કારણ કે લોજિસ્ટિક ખર્ચો પણ વધશે. વિશેષજ્ઞો અને હ્લસ્ઝ્રય્ કંપનીઓ પણ ચેતવણી આપી રહી છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત અસ્થિરતા અને વધતા લોજિસ્ટિક ખર્ચાના કારણે રોજબરોજના વપરાશની વસ્તુઓના ભાવ ધીરે ધીરે વધી શકે છે. જેની અસર તમારા ઘરના બજેટ, કરિયાણાના બિલ અને રોજબરોજની સેવાઓ પર જોવા મળી શકે છે.
ઝડપથી વેચાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ (હ્લસ્ઝ્રય્)ની મોટી કંપનીઓએ પહેલેથી જ ખર્ચાના દૃબાણ અંગે િંચતા જતાવવાનું શરૂ કરી દૃીધુ છે. બિસ્કિટ, સ્નેક્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ખાદ્ય તેલ, પેકેટબંધ ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિંક પ્રોડક્ટ્સ જેવા ઉત્પાદૃનો લોજિસ્ટિક નેટવર્ક પર ઘણું નિર્ભર કરે છે. ઓપેરશન કોસ્ટનો ૬ થી ૧૦ ટકા ભાગ લોજિસ્ટિકમાં ખર્ચાય છે. આથી ડીઝલના ઊંચા ભાવ તેના ખર્ચા વધારી શકે છે.
દૃૂધ અને દૃૂધ પ્રોડક્ટ્સ : દૃૂધના ભાવમાં પહેલેથી જ ભાવ વધારાના સંકેત મળી રહૃાા હતા. અમૂલ અને મધર ડેરીએ તો દૃૂધના ભાવમાં પ્રતિ લીટર ૨ રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે. જેનું આંશિક કારણ પરિવહન અને પરિચાલન ખર્ચામાં વધારો જણાવવામાં આવ્યો છે. હવે દૃૂધના ભાવ વધવાથી દૃૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દૃહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસક્રીમના ભાવ પણ વધી શકે છે.
શાકભાજી, ફળો અને કરિયાણું : ભારતની ફૂડ આપૂર્તિ ચેન મોટાભાગે રોડ પરિવહન પર નિર્ભર કરે છે. શાકભાજી, ફળ, અનાજ, દૃાળો, પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લોજિસ્ટિક ખર્ચો વધી જાય છે. આવામાં ડીઝલના ભાવ વધવાથી માલની હેરફેરમાં થતો ખર્ચો વધે છે. જેને મોટાભાગે સપ્લાય ચેનના માધ્યમથી ગ્રાહકો પર ઝીંકવામાં આવે છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો યૂલના ભાવ લાંબા સમય સુધી ઉથલપાથલમાં રહે તો રસોડાના બજેટ પર મોંઘવારીનું દૃબાણ વધી શકે છે.
ખેતીવાડી ખર્ચામાં વધારો : ખેડૂત મુખ્યત્વે ડીઝલથી ચાલતા ઉપકરણો પર નિર્ભર હોય છે જેમ કે ટ્રેક્ટર, િંસચાઈ પંપ, પાક લેવા માટેની મશીનરી, પરિવહન વાહન વગેરે સામેલ છે.
ડીઝલના વધતા ખર્ચાથી કૃષિ ખર્ચો વધે છે. સમય સાથે કૃષિમાં થતા ખર્ચામાં વધારાના કારણે ગ્રાહકો સુધી પહોંચતી ફૂડ પ્રોડક્ટ્સના ભાવ વધે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ઈંધણના ભાવ ઊંચા રહેશે તો ગ્રામીણ પરિવારો પર તેની અસર વધુ પડી શકે છે.
ઓનલાઈન ડિલીવરી અને ઈ કોમર્સ સેવા : ફૂડ ડિટેલ પ્લેટફોર્મ, કૂરિયર કંપનીઓ અને ઓનલાઈન શોિંપગ કંપનીઓ લોજિસ્ટિક નેટવર્ક પર કામ કરે છે. યૂલના વધતા ભાવથી અંતિમ મીલનો ડિલિવર ખર્ચ વધી જાય છે. આ વધારામાં ડિલિવરી ખર્ચમાં વધારો, છૂટની કમી, મિનિમમ ઓર્ડર પ્રાઈસમાં વધારો અને એક્સ્ટ્રા સર્વિસ ટેક્સ સામેલ છે.
રોજબરોજના વપરાશની વસ્તુઓ : સાબુ, શેમ્પુ, ડિટર્જન્ટ, સફાઈ કામ માટે તથા વ્યક્તિગત દૃેખભાળ સહિતની વસ્તુઓના ભાવ વધી શકે છે.
એફએમસીજી કંપનીઓ મોટાભાગે અચાનક ભાવમાં વધારો કરવાની જગ્યાએ સંતુલિત મૂલ્ય નિર્ધારણ રણનીતિઓનો ઉપયોગ કરે છે. આવામાં યૂલની િંકમતોમાં વધારાથી આ ચીજોના ભાવમાં વધારો થઈ શકે છે.
હેરફેરનો ખર્ચો : ટેક્સીનું ભાડું, બસ મુસાફરીનો ખર્ચો, કૂરિયર સેવાઓ, રિટેલ સપ્લાય ચેન, અને કન્ઝ્યૂમર ચીજોના ભાવ વધી શકે છે.