Jai Hind

સુપ્રીમ કોર્ટના ૪ નવા જજોની નિમણૂંકને રાષ્ટ્રપતિની મંજૂરી

દૃેશની સર્વોચ્ચ અદૃાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ હળવો કરવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરી દૃીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદૃ સરકાર દ્વારા આ અંગેનો નવો વટહુકમ (અધ્યાદૃેશ) બહાર પાડવામાં આવ્યો છે.કેન્દ્રીય કાયદૃા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, ૨૦૨૬’ ને પોતાની લીલી ઝંડી આપી દૃીધી છે. આ નવા પગલા અંતર્ગત વર્ષ ૧૯૫૬ના મૂળ કાયદૃામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારા બાદૃ સર્વોચ્ચ અદૃાલતમાં ન્યાયાધીશોનું માળખું બદૃલાશે. જેના અનુસાર મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત માન્ય જજોની સંખ્યા ૩૩ થી વધીને ૩૭ થઈ જશે. જજોની આ વધેલી સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) નો સમાવેશ થતો નથી. એટલે કે મુખ્ય ન્યાયાધીશને ગણતરીમાં લેતા, સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા હવે વધીને ૩૮ થશે.