અમેરિકા-ઇરાન વચ્ચે ફરી યુદ્ધના ભણકારાથી બજારોમાં ઉથલપાથલ
શેરબજાર કડાકા બાદૃ રિકવર:સ્ોન્સ્ોક્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ પટકાયા બાદૃ શાનદૃાર રિકવરી:સોના-ચાંદૃીમાં ત્ોજીની ચમક
મધ્ય પૂર્વમાં ફરી મહાયુધ્ધના ભણકારો શરુ થતાં વધુ એક વખત શેરબજાર, ક્રુડ, સોના-ચાંદી તથા કરન્સી જેવી માર્કેટોમાં તોફાની વધઘટ વચ્ચે ઉથલ પાથલ સર્જાઇ હતી. ઇન્વેસ્ટરો-ટ્રેડરોમાં દોડધામ થઇ ગઇ હતી.
ઇરાન યુધ્ધમાં સીઝફાયર હોવા છતાં સમજુતી થતી નથી. અમેરિકા-ઇરાન બન્નેએ નવેસરથી એકબીજાને ધમકી આપી છે. યુએઇમાં ન્યુક્લીયર પ્લાન્ટ પર ડ્રોન હુમલો થતાં હાલત વધુ વકરવા તથા ફરી યુધ્ધ શરુ થવાની આશંકાની ગભરાટ સર્જાયો હતો. આ ગભરાટની અસર હેઠળ શેરબજાર શરુઆતમાં જ ધડામ થઇ ગયું હતું. આક્રમક વેચવાલીના મારાને પગલે હેવીવેઇટ-મીડ-સ્મોલકેપ સહિતના તમામ શેરોમાં ગાબડા પડ્યા હતા. જો કે નીચા મથાળે લેવાલી આવતા તથા નાણાં સંસ્થાઓના ઓર્ડર આવતા રિકવરી શરુ થઇ ગઇ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ક્રૂડની તેજી, રુપિયામાં ઘટાડો, વૈશ્ર્વિક ઘટનાક્રમો, વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી જેવા કારણોનો ખચકાટ હતો. માર્કેટમાં ટુંકાગાળામાં સ્થિરતા મુશ્કેલ છે.
પ્રારંભિક કામકાજમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટી ગયો હતો. ઇન્વેસ્ટરોના સાત લાખ કરોડ ડુબ્યા બાદ રિકવરી હતી.
શેરબજારમાં આજે કોફોર્જ, સોલાર, ટેક મહિન્દ્ર, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, બીએસઇ, જીઇ શીપીંગ જેવા શેરોમાં સુધારો હતો. અંબર એન્ટરપ્રાઇઝ, કોચીન શીપ, જ્યો ફરી ફીલીપ્સ, વોડાફોન, યસ બેંક, સુઝલોન, ટાટા સ્ટીલ, એપોલો ટાયર્સ, પતંજલી, ટાટા કેપીટલ, વારી એનર્જીમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 50 પોઇન્ટના ઘટાડાથી 75187 હતો તે ઉંચામાં 75347 તથા નીચામાં 74180 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 30 પોઇન્ટ ઘટીને 23613 હતો તે ઉંચામાં 23661 તથા નીચામાં 23317 હતો.કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રુપિયો સતત ગગડીને નવા તળીયે ઘસાતો હોય તેમ આજે વધુ 30 પૈસાના ઘટાડાથી 96826 સાંપડ્યો હતો.
યુએઇ પર હુમલાને પગલે ઉભા થયેલા ગભરાટમાં ક્રૂડતેલમાં ઉંચકાયું હતું. ડબલ્યુ ટીઆઇ ક્રૂડ 106.21 ડોલર સાંપડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ 111 ડોલર ક્રોસ થયા બાદ 110.01 ડોલર હતું.
સોના-ચાંદીમાં કડાકા બાદ ફરી તેજીની ચમક હતી. વિશ્ર્વ બજારમાં સોનુ 4551 ડોલર હતું. લોકલ માર્કેટમાં હાજર સોનુ 500 વધીને 1.63 લાખ તથા વાયદામાં 159100 હતું. હાજર ચાંદી 6000 વધીને 276000 હતી. વાયદામાં 1900ના ઉછાળાથી 273835 હતી.