અંદૃામાન-નિકોબારમાં ચોમાસાની ૬ દિૃવસ વહેલા એન્ટ્રી થઈ
૨૨ મે સુધીમાં અંદૃામાન-નિકોબાર પહોંચનારું દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ ૧૬ મેના રોજ પહોંચી ગયુ
દૃેશના અનેક ભાગોમાં ગરમી તો એવી પડી રહી છે કે વાત ન પૂછો. જો કે લૂના થપેડા અને અંગ દૃઝાડતી ગરમીથી હેરાન પરેશાન થતા લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. ગૂડ ન્યૂઝ એ છે કે ચોમાસું ઘણું વહેલું આવી ગયું છે. ૨૨ મેના સુધી આંદૃમાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચનારું દૃક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું ૧૬મી મેના રોજ જ ત્યાં પહોંચી ગયું. હવામાન વિભાગનું એવું અનુમાન છે કે તે ૨૬ મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ૧ જૂન આસપાસ ચોમાસુ મેનલેન્ડમાં દૃસ્તક આપે છે અને રિમઝીમ વરસાદૃનો દૃોર શરૂ થાય છે. પરંતુ આ બધા વચ્ચે અરબ સાગરમાં એક એવી હલચલ થઈ રહી છે જે િંચતાનો વિષય છે.
સ્કાયમેટ હવામાન એજન્સીના મહેશ પલાવતે જણાવ્યું કે અરબ સાગરમાં એક એન્ટી સાયક્લોન બનેલું છે. જ્યાં સુધી આ વિપરિત ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું રહેશે અને ઉત્તર પશ્ર્ચિમ દિૃશાથી વાયરા અરબ સાગરમાં આવતા રહેશે ત્યાં સુધી ચોમાસું કેરળમાં દૃસ્તક દૃઈ શકશે નહીં.
હાલ પાકિસ્તાન અને પશ્ર્ચિમી ઈરાન ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. પવન હવે દિૃલ્હી, હરિયાણા, પશ્ર્ચિમી યુપીમાં પશ્ર્ચિમી દિૃશાથી આવવાનો શરૂ થઈ ગયો છે. આ પાકિસ્તાન તરફથી આવતો સૂકો પવન હોવાથી પૂર્વી યુપી અને બિહારમાં વરસાદૃની શક્યતા નથી.
હવામાન વિભાગે ૨૬મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી આગાહી કરી છે. જેમાં ચાર દિૃવસ વહેલા કે ચાર દિૃવસ વિલંબ થઈ શકે છે. પલાવતનું અનુમાન કહે છે કે તેમાં ચાર દિૃવસનો વિલંબ થશે. ચોમાસુ હાલ આંદૃમાન સાગર સુધી પહોંચી ચૂક્યું છે. સામાન્ય સ્થિતિમાં ૧ જૂનની આસપાસ કેરળ પહોંચે છે. ૫ જૂન સુધીમાં કર્ણાટક, ગોવા, અને પૂર્વોત્તર રાજ્ય કવર થાય છે. ૧૦ જૂન સુધી તે મુંબઈ, તેલંગણા, આંધ્ર પ્રદૃેશ અને સિક્કિમ સુધી પહોંચે છે. ૧૫ જૂન સુધી સાઉથ ગુજરાત, આખુ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પૂર્વી બિહારનો વિસ્તાર કવર કરે છે. આગળ ૮ જુલાઈ સુધીમાં ચોમાસું આખા ભારતને કવર કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ વખતે જ્યારે મોનસુન કેરળ પહોંચશે ત્યારે તેના પ્રોગ્રેસના આધારે આગળ જાણી શકાશે.