ખુદ વડાપ્રધાન સ્વીકારે છે જો ઈરાન યુદ્ધની સ્થિતિ રહેશે તો દુનિયામાં ફરી ગરીબો વધી જશે
ક્રુડ ઓઈલ-ગેસની કિંમતથી દેશના સામાન્ય વર્ગ માટે સૌથી દુષ્કર સમય; ખાદ્ય ચીજોના ભાવ 2થી10% વધ્યા: હજુ ઈંધણ-આવશ્યક ચીજો વધુ મોંઘી થશે: ખરાબ ચોમાસુ ‘વિલન’ બનશે
નવી દિલ્હી: વિશ્ર્વના સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રમાંથી ઈરાન યુદ્ધના કારણે ભારત હવે વિશ્ર્વના સૌથી વધુ મોંઘવારીનો સામનો કરી રહેલા અર્થતંત્રની કતારમાં જોડાઈ ગયું છે અને હજું ઈરાન યુદ્ધ કઈ બાજુ જશે તે નિશ્ર્ચિત નથી અને ક્રુડતેલના ભાવ 100 ડોલરથી 120 ડોલર વચ્ચે જ રહેશે તથા રૂપિયો પણ 100ની સપાટી પાર કરી જાય તો આશ્ર્ચર્ય થશે નહી એમ હવે બધું ‘ડાર્ક’ ચિત્ર બની ગયું છે. દિલ્હીમાં ફકત 48 કલાકમાં જ સીએનજીના ભાવ બીજી વખત વધારવા પડયા. ગત સપ્તાહે પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા બાદ પણ હજું ઓઈલ માર્કેટીંગ કંપનીઓ બન્ને ઈંધણમાં મોટી અન્ડર રીકવરીનો ભોગ બની રહી છે તેથી ફરી આ ભાવ વધારવા પડે કે ‘રેશનીંગ’ પણ આવે તો આશ્ર્ચર્ય થશે નહી.
સરકારના શ્રેષ્ઠ પ્રયાસો છતા પણ વૈશ્ર્વિક પરીસ્થિતિ પર કાબુ નથી તે નિશ્ર્ચિત છે અને તેમાં ચોમાસા અંગે પણ બહું સારા સમાચાર નથી. આમ અચ્છે દિન તો ભુલી જ જાવ- લોકોની ભોજનથાળીમાં પણ ભાવ વધારા પછી કેટલી વાનગી બચશે તે પ્રશ્ર્ન છે. હાલમાં જ અમુલે દુધ મોંઘુ કર્યુ અને ખાનગી ડેરીઓએ પણ ભાવવધારો કર્યો છે. સિનેમા, રેસ્ટોરા, એર ટ્રાવેલ, જવેલરી ખરીદીનો એક મોટો વર્ગ ભુલી જ જવાની તૈયારીમાં છે અથવા તેઓએ તે વિચારવાનું બંધ કરી દીધુ છે પણ જે રોજબરોજની આવશ્યકતા છે તે ખરીદીમાં પણ વધુ બજેટ ફાળવવા પડે છે. એલપીજી મોંઘા થયા અને હજુ મોંઘા થશે તેથી ચુલો સળગાવવાથી જ મોંઘવારી શરૂ થઈ છે. તેમાં ઈંધણ ભાવવધારો એ તમામ ભાવ વધારશે. તમામ ક્ધઝયુમર કંપનીઓ હિન્દુસ્તાન લીવરીથી લઈને અમુલ અને સાબુ-શેમ્પુથી લઈને દવાઓ તમામમાં ભાવવધારો 4થી10%નો થશે. બજારમાં સ્માર્ટફોનથી એરક્ધડીશન્ડ અને તમામ હવે જ આવશ્યક હાઉસ હોલ્ડરે તે મોંઘા થઈ રહ્યા છે. ગોદરેજ, ડાબર જેવા ઉત્પાદનો ઘરોમાં પહોંચ્યા છે તે પણ 6-7%ના ભાવ વધારાની તૈયારીમાં છે તો ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘા બનશે. છેલ્લા 12 વર્ષથી આ સૌથી મોંઘુ જીવન બની જશે. છેલ્લા 10 વર્ષમાં માસિક ઘરેલુ ખર્ચ અઢી ગણું વધી ગયુ છે. 10 વર્ષ પુર્વે પરિવારનું બજેટ રૂા.20000નુ હતુ તે હવે વધીને રૂા.50000 થઈ ગયુ છે પણ આવક તેટલી વધી નથી. 6%ના મોંઘવારી દર ફુગાવાને ગણતરીમાં લો તો 10 વર્ષમાં આવક રૂા.80000 થવી જોઈએ તે થઈ નથી. ગરીબો ઘટયા તેવો દાવો થાય છે છતાં 80 કરોડ લોકોને મફત અનાજ દેવું પડે છે. ભારતમાં મોંઘવારી દર સરેરાશ 5.1% રહ્યા છે. જેની સામે ભાવ વૃદ્ધિ 60% રહી છે એટલે કે 2014માં જે ખરીદી તમો રૂા.100માં કરી શકતા હતા તે આજે કરવામાં રૂા.160 ચુકવવા પડે છે પણ આવક તેટલી થઈ નથી અથવા જે આવક વધી છે તે ભાવવધારામાં ધોવાઈ ગઈ છે.