Jai Hind

નેધરલૅન્ડ્સે ભારતમાં લઘુમતીઓના અધિકારો પર તરાપનો મુદ્દો ઉઠાવ્યો

કેન્દ્રએ આપ્યો જડબાતોડ જવાબ

ભારતે દૃેશમાં મીડિયાની આઝાદૃી અને લઘુમતીઓના અધિકારો નબળા પડવાના તમામ વિદૃેશી આરોપોને સખત શબ્દૃોમાં ફગાવી દૃીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એક જીવંત લોકશાહી દૃેશ છે, જ્યાં બંધારણ તરફથી દૃરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની એટલે કે અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદૃી મળેલી છે.
આ મહત્ત્વનું નિવેદૃન વિદૃેશ મંત્રાલયના સચિવ (પશ્ર્ચિમ) સિબી જ્યોર્જે આપ્યું છે. નેધરલૅન્ડ્સના પીએમ રૉબ જેટેન દ્વારા ભારતમાં આઝાદૃી ઘટવા અંગે કરાયેલી કથિત ટિપ્પણી પર તેમણે આ વળતો જવાબ આપ્યો હતો. પીએમ મોદૃીના બે દિૃવસીય નેધરલૅન્ડ્સ પ્રવાસ દૃરમિયાન રાજધાની એમ્સ્ટર્ડમ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે, આવા સવાલો માત્ર અધૂરી સમજને કારણે જ ઊભા થાય છે. ભારત ૧.૪ અબજ લોકોની વસ્તી ધરાવતું વિશ્ર્વનું સૌથી મોટું રાષ્ટ્ર છે અને આ પાંચ હજાર વર્ષ જૂની ભવ્ય સભ્યતા ધરાવતા દૃેશમાં ડગલે ને પગલે વિવિધતા વણાયેલી છે.રૂ આરોપોનો જવાબ આપતાં સિબી જ્યોર્જે ભારતની ભવ્ય વિવિધતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહૃાું, ભારત તરફ જુઓ, તે કેટલું સુંદૃર છે.