પાકિસ્તાનની આઈએસઆઈ અને તેના સહયોગીઓ ભારતમાં મોટા પાયે નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. ત્રિપુરા-બાંગ્લાદૃેશ સરહદૃ અને પંજાબ સૌથી વધુ િંચતાજનક વિસ્તારો છે. બાંગ્લાદૃેશ સરહદૃ પર ભારતને નકલી નોટો પહોંચાડવા માટે કુર યીરનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે, જ્યારે પંજાબમાં ડ્રોન દ્વારા આ ખતરો ઝડપથી વધી રહૃાો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આઈએસઆઈએ નકલી ભારતીય નોટો પર બેપાંખી રણનીતિ અપનાવી છે. એક તરફ તેનો હેતુ ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો છે, તો બીજી તરફ તે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો માટે ભંડોળ એકત્ર કરવા માંગે છે.