શેરબજારમાં પ્રારંભિક કડાકા બાદ સેન્સેક્સ ૧૪૦ પોઇન્ટ ઉચકાયો
મુંબઇ શેરબજારમાં આજે પ્રારંભિક ગાબડા બાદ તેજીનો વળાંક આવી ગયો હતો. પસંદગીના ધોરણે ઓલરાઉન્ડ લેવાલી નીકળતા મોટા ભાગના શેરો ઉંચકાયા હતા. બીજી તરફ ડોલર સામે ભારતીય રૂપિયો સતત ગગડતો હોય તેમ નવા તળીયે ધસી ગયો હતો.
મધ્ય પૂર્વમાં યુધ્ધના તનાવ વચ્ચે અનિશ્ર્ચિતતાનો માહોલ કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઇ, વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલી, યુધ્ધના કારણે અર્થતંત્ર પર વધતું સંકટ સહિતના કારણોથી માર્કેટ સાવચેતીનો ટ્રેન્ડ સુચવતું જ હતું. વિશ્ર્વ બજારો નબળા હોવાના કારણે શરૂઆત મંદીના ટોને થઇ હતી. બપોર સુધી માર્કેટ રેડ ઝોનમાં રહ્યા બાદ નીચા મથાળે નવેસરથી લેવાલી શરૂ થતા તેજીનો વળાંક આવી ગયો હતો અને અંતિમ તબકકામાં બજાર ગ્રીન ઝોનમાં હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ર્ચિત માહોલના કારણે એક તરફી ટ્રેન્ડ રહેવાની સંભાવના ઓછી છે.
શેરબજારમાં હિટાચી એનર્જી, એબીબી, સીમેન્સ, મેનકાઇન્ડ ફાર્મા, બીએસઇ, રિલાયન્સ, વોડાફોન, યસ બેંક, મધર સન, ગોદાવરી પાવર જેવા શેરોમાં સુધારો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ, જયોતિ સીએનસી, ટાટા કેપીટલ વગેરે તુટયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેકસ 140 પોઇન્ટ વધીને 7પ341 હતો જે ઉંચામાં 7પ406 તથા નીચામાં 74પર9 હતો. નિફટી પ3 પોઇન્ટ વધીને ર3671 હતો જે ઉંચામાં ર3690 તથા નીચામાં ર3397 હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત તુટતો રહ્યો હતો અને આજે વધુ ર3 પૈસાના ઘટાડાથી 96.76 હતો. એક તબકકે 96.90ને ક્રોસ કરી ગયો હતો. સોના ચાંદીમાં મિશ્ર વલણ હેઠળ વિશ્ર્વ બજારમાં સોનુ 4484 ડોલર હતું. હાજર સોનુ 1100 ઘટીને 1,6ર,900 હતું. હાજર ચાંદી ર,73,પપ0 હતી. વાયદામાં ર,7ર,પ00 હતી.