કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યુ
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દૃેશમાં પેટ્રોલ, ડીઝલ કે ન્ઁય્નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી. ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈનકાર કરનારા અથવા ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહૃાા છે. સમગ્ર દૃેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દૃેખરેખ રાખવામાં આવી રહી છે.
વધુમાં, ઓઇલ માર્કેિંટગ કંપનીઓની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અવિરત ચાલુ રહે તે હેતુથી રશિયાથી કરવામાં આવતી ઓઇલની આયાત પણ યથાવત રાખવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે લણણીની સીઝન (પાકની કાપણી) ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. આ સિવાય ખાનગી ઓઇલ કંપનીઓએ ભાવ વધારી દૃીધા હોવાથી ગ્રાહકો હવે સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેચાણ વધ્યું છે. વળી, કોમર્શિયલ ખરીદૃી કરનારાઓ પણ સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદૃી રહૃાા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમને કોમર્શિયલ રેટ પર પ્રતિ લીટર અંદૃાજે ૨૦ રૂપિયા વધુ ચૂકવવા પડતા હતા.