Jai Hind

ભાજપ શાસનના રાજયો ડિઝલ પરનો વેટ ઘટાડશે?

ટુંક સમયમાં જ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ બેઠક યોજી શકે

નવી દિલ્હી: દેશના ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના ધોરીનસ જેવા ટ્રક સહિતના માલ પરિવહન ક્ષેત્રને હાલની ઈંધણ કટોકટીની સૌથી મોટી અસર થઈ છે. ડિઝલનો પુરતો પુરવઠો ઉપલબ્ધ થતો નથી તેથી પેટ્રોલ પંપ પર ટ્રેકટરથી ટ્રક સુધીની કતાર સર્જાઈ રહી છે. તેમાં ભાવવધારો કરવો પડી રહ્યો છે તેમાં એક તબકકે ઓઈલ કંપનીઓને રાહત આપવા સરકારે પેટ્રોલ-ડિઝલ પરથી બેઝીક એકસાઈઝ ડયુટી ઘટાડી હતી પણ લોકોને તો તે બાદ રૂા.4ના ભાવવધારો સહન કરવો પડી રહ્યો છે તથા મોંઘુ ડિઝલ એ ભાવસપાટીને વધુ ફટકો મારે છે. હાલ દેશના અર્થતંત્રમાં ફુગાવાને ઈંધણ આપે તેવા તમામ પરિબળ મૌજૂદ છે. તે વચ્ચે હવે સરકાર ડિઝલને સસ્તુ બનાવવા રાજયોને આ ઈંધણ પરનો ‘વેટ’ ઘટાડવા કરી શકે છે. ખાસ કરીને દેશના 22 રાજયોમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર છે ત્યાં ડિઝલ પરનો વેટ ઘટાડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવે તેવા સંકેત છે. ગઈકાલે જ વિદેશ પ્રવાસથી પરત આવેલા શ્રી મોદીએ હવે આર્થિક એજન્ડા હાથ પર લીધા છે તથા મંત્રીમંડળની બેઠકમાં પણ ઈંધણ જ નહી.

વડાપ્રધાનના આર્થિક સલાહકારનો સંકેત: ટ્રાન્સપોર્ટ-કૃષિ સહિતના ક્ષેત્રોને રાહત આપવા તૈયારી

એક વર્ષમાં પેટ્રો. વેટથી રાજયોની આવક રૂા.3.08 લાખ કરોડ: હાલના ભાવવધારાથી વધુ ટેકસ મળશે

સમસ્યા પુરવઠાની છે: રાજયોની દલીલ: વેટ ઘટાડયા પછી ફરી ઈંધણના ભાવ નહી વધે! પ્રશ્ર્ન

તમામ સરકારી ખર્ચમાં કાપ મુકવા માટે તાકીદ કરી છે. તેમાં ઈંધણ ક્ષેત્રે કેમ રાહત આપી શકાય તે મુદો હતો. જેમાં હવે ભાજપની શાસનના રાજયો વેટ-ઘટાડાની પહેલ કરે તેવા સંકેત છે જેથી વિપક્ષ શાસનના રાજયોને પણ ફરજ પડશે. સરકારના ગણીત મુજબ 2025ના નાણાકીય વર્ષમાં રાજયોએ પેટ્રોલિયમ પેદાશોમાં વેટ મારફત રૂા.3.08 લાખ કરોડ મેળવ્યા છે અને જે રીતે પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિલીટર રૂા.4નો વધારો થયો તેમાં પણ વેલ્યુ વેડેડ સીસ્ટમ ભાવ આધારિત ટેકસના કારણે નવા ભાવમાં રાજયોની વેટ આવક વધશે. દરેક મોટા રાજય જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને ઈંધણ પરની વેટથી રૂા.30થી40 હજાર કરોડની વર્ષે કમાણી કરે છે. તેમાં હાલ થોડી ઓછી કમાણી કરી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત આપે તેવો તર્ક છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર ટાયર- હાઈવેના વધેલા ટોલ સહિતના ખર્ચનો સામનો કરી જ રહ્યું છે. સરકાર માટે હવે પેટ્રોલ-ડિઝલના ભાવ જાળવી રાખવા જ મોટો પડકાર છે અને ક્રુડ મોંઘુ રહેશે તે નિશ્ર્ચિત છે. સરકાર હાલ પેટ્રોલ-ડિઝલની અછત નથી તેવો દાવો કરે છે પણ વાસ્તવમાં ગ્રામીણ ક્ષેત્રમાં પુરતુ ઉપલબ્ધ નથી અને અનેક સ્થળોએ ‘રેશનીંગ’ મારફત મર્યાદીત જથ્થો અપાયો છે તે વાસ્તવિકતા છે. આમ સરકાર પાસે મોટા પડકાર છે. તેમાં થોડા ભાવ ઘટાડાથી પુરવઠાની સમસ્યા ઘટશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે અને રાજયોની દલીલ તે જ છે કે કૃષી સહિતની સીઝનમાં જો ડિઝલ-ખાતરની અછત હશે તો ગ્રામ્ય અર્થતંત્ર ભાંગી પડશે. હાલમાં દિલ્હી-મહારાષ્ટ્રે વિમાની ઈંધણ પરનો વેટ ઘટાડયો છે પણ તેની મર્યાદીત અસર છે.

2022માં ગુજરાતે પેટ્રોલ-ડિઝલનો વેટ ઘટાડી રાહત આપી હતી
નવી દિલ્હી: અગાઉ 2022માં કેન્દ્ર સરકારે લોકોને મોંઘવારીમાં રાહત આપવા પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ઘટાડયા પછી અનેક રાજયોએ પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડયો હતો. 2022માં ડિઝલ પર રૂા.6 તથા પેટ્રોલ પર રૂા.8નો વેટ ઘટાડીને લોકોને રાહત અપાઈ હતી. ગુજરાતે 2022માં વેટ ઘટાડીને 14.4% કર્યો હતો. પેટ્રોલ-ડિઝલ જીએસટીમાં આવતા નથી તેથી રાજયો તેમના દરે વેટ વસુલે છે.