ગ્લેશિયર તૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો
દૃર વર્ષે નીચેની તરફ સરકતો આ ગ્લેશિયર ઉનાળાની શરૂઆત અને વધતા તાપમાન સાથે ઝડપથી પીગળવા લાગે છે. ચમોલીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુરજીત િંસહ પંવારે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહૃાું છે. વાડિયા હિમાલય ભૂ-વિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકોના તાજા સંશોધનમાં િંચતાજનક સ્થિતિ સામે આવી છે. પર્યાવરણ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હિમાલય વિસ્તારમાં બરફવર્ષાની પદ્ધતિ સંપૂર્ણપણે બદૃલાઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થતી ભારે બરફવર્ષાની જગ્યાએ હવે માર્ચ અને એપ્રિલમાં વધુ બરફ પડી રહૃાો છે. તેનો સીધો પ્રભાવ પહાડોના ‘વોટર બેંક કહેવાતા ગ્લેશિયરો પર પડી રહૃાો છે. આ બદૃલાવને કારણે ટ્રિ લાઇન એટલે કે વૃક્ષો ઉગવાની ભૌગોલિક સીમા પણ સતત ઉપર ખસી રહી છે. આ સંશોધન જર્મનીની પ્રતિષ્ઠિત ‘એપ્લાઈડ જિઓમેટિક્સ રિસર્ચ જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હિમાલયમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં વધુ બરફવર્ષા થવાનું મુખ્ય કારણ ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવેલી અસમાનતા છે. શિયાળામાં પશ્ર્ચિમી વિક્ષોભ નબળો પડતા વરસાદૃ અને બરફવર્ષામાં ભારે ઘટાડો થઈ રહૃાો છે. જ્યારે ઉનાળામાં તે સક્રિય થતાં અસામયિક બરફવર્ષા, ભારે વરસાદૃ, કરા અને કુદૃરતી આપદૃીઓનો ખતરો અનેકગણો વધી ગયો છે.
વાડિયા સંસ્થાનના વૈજ્ઞાનિક ડૉ. પંકજ ચૌહાનના જણાવ્યા પ્રમાણે બાગેશ્ર્વરના િંપડારી અને કફની ગ્લેશિયરની જેમ સમગ્ર મધ્ય હિમાલય હાલમાં આ જ ઋતુપરિવર્તનનો સામનો કરી રહૃાો છે.