ઉત્તર કન્નડ જિલ્લામાં ભયાનક હોનારત
એક મહિલા અન્ો એક પુરૂષ ગુમ: સર્ચ ઓપરેશન જારી
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં રવિવારે એક દૃુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી વેંકટપુરા નદૃીમાં કેટલાક લોકો છીપલાં વીણવા ગયા હતા, પરંતુ અચાનક નદૃીમાં પાણી વધી જતાં ૭ મહિલા સહિત ૮ લોકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. આ કરુણ અકસ્માત ભટકલ તાલુકાના શિરાલી, ટટ્ટી હક્કલ વિસ્તારમાં સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, સ્થાનિક વિસ્તારના ૧૪ લોકો વેંકટપુરા નદૃીમાં છીપલાં વીણવા ગયા હતા. નદૃી અને દૃરિયાકાંઠાની આસપાસ વસતા પરિવારો માટે આજીવિકા મેળવવાની આ એક પરંપરાગત રીત છે. પરંતુ, આ પ્રવૃત્તિ દૃરમિયાન નદૃીમાં અચાનક પાણીનું સ્તર અને વહેણ વધી જતાં તમામ લોકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા.આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૭ મહિલાઓ અને ૧ પુરુષ સહિત કુલ ૮ લોકોનાં મોત નીપજ્યાં છે. નદૃીના પ્રવાહમાં વહી ગયેલા લોકોમાંથી અન્ય એક મહિલા અને એક પુરુષ હજુ પણ ગુમ છે, જેમને શોધવા માટે વહીવટતંત્ર દ્વારા નદૃીમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહૃાું છે.દૃુર્ઘટના દૃરમિયાન નદૃીમાં ડૂબી રહેલા ૪ લોકોને સ્થાનિકો અને બચાવ ટુકડીની મદૃદૃથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભટકલ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તમામ મૃતકોના શવોને પોસ્ટમોર્ટમ માટે ભટકલ તાલુકા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે ભટકલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે.