Jai Hind

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે

RBI એ બનાવ્યો નિયમ

લોનની રિકવરીના નામે ગ્રાહકોને હેરાન કરતા અને ધાકધમકી આપતા રિકવરી એજન્ટ્સ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (ઇમ્ૈં)એ લાલ આંખ કરી છે. શહેરી સહકારી બેન્ક અને ગ્રામીણ સહકારી બેક્ધના રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ પર અત્યાચાર ન ગુજારે તે માટે ઇમ્ૈંએ લોન રિકવરીના નિયમોને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમો અનુસાર, હવેથી રિકવરી એજન્ટ્સ ગ્રાહકો સાથે અભદ્ર કે બિભત્સ ભાષામાં વાત કરી શકશે નહીં, તેમજ તેમને કોઈ પણ પ્રકારની ધમકી આપી શકશે નહીં.
નવા નિયમો મુજબ, લોન લેનાર વ્યક્તિને જાહેરમાં હાંસીપાત્ર બનાવવાનું કોઈપણ કૃત્ય રિકવરી એજન્ટ્સ કરી શકશે નહીં. લોન ન ભરી શકનારા ગ્રાહકોની વિગતો, ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેમનો ઉપહાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજ વાઈરલ કરનાર એજન્સીઓ સામે કડક પગલાં લેવાશે.
ઇમ્ૈંની નવી ગાઈડલાઈન્સ
અભદ્ર વર્તન અને ગાળાગાળી પર પ્રતિબંધ: રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ સાથે સભ્યતાથી વર્તવું પડશે. ગાળાગાળી, બિભત્સ ભાષા કે માનસિક ટોર્ચર કરવાનો કોઈ અધિકાર એજન્ટો પાસે રહેશે નહીં.
સમય મર્યાદૃા નક્કી કરાઈ: એજન્ટ્સ હવે ગ્રાહકના ઘરે સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યાની વચ્ચે જ જઈ શકશે. મોડી રાત્રે કે વહેલી સવારે ઘરે જઈને પરેશાન કરી શકાશે નહીં. જો આ નિર્ધારિત સમય સિવાય જવું હોય, તો લોન લેનારની સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત રહેશે.
વારંવાર ફોન કે મેસેજ કરવા પર રોક: રિકવરી માટે ગ્રાહકોને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન કરી શકાશે નહીં. સંદૃેશાની આપલે પણ માત્ર નક્કી કરેલા સમયગાળામાં જ કરવાની રહેશે.
પારદૃર્શિતા જાળવી રાખવા માટે ઇમ્ૈંએ સહકારી બેક્ધો માટે પણ નિયમો બનાવ્યા છે
બેક્ધે કઈ રિકવરી એજન્સીને કામ સોંપ્યું છે, તેની જાણ ડિફોલ્ટરને અગાઉથી કરવાની રહેશે.
રિકવરી કરનારી એજન્સીનું સત્તાવાર સરનામું ગ્રાહકને આપવું પડશે.