૧૧ દિૃવસમાં ચોથી વખત ભાવવધારા સાથે મોંઘવારીનો ડોઝ
૧૧ દિૃવસમાં બંન્ો પ્ોટ્રોલિયમ પ્ોદૃાશોમાં રૂા.૭.૫૦ થી વધુનો ભાવવધારો ઝીંકી દૃેવાયો
સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, તેલ કંપનીઓએ હવે વધુ આયાતનો બોજ સામાન્ય લોકો પર હપ્તામાં નાખવાનું શરૂ કર્યું છે. આજે પેટ્રોલમાં ૨.૬૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૨.૭૧ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. દિૃલ્હીમાં પેટ્રોલ રૂ.૨.૬૧ મોંઘુ થઈને પ્રતિ લિટર ૧૦૨.૫૨ પર પહોંચી ગયું છે. ડીઝલ રૂ.૨.૭૧ વધીને પ્રતિ લિટર રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયું છે.
સૌથી નોંધપાત્ર વધારો એ છે કે છેલ્લા ૧૧ દિૃવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથી વખત વધારો છે. પહેલો વધારો ૧૫ મેના રોજ લગભગ ૩ રૂપિયાનો, પછી ૧૯ મેના રોજ લગભગ રૂ.૯૦નો, ફરી ૨૩ મેના રોજ લગભગ રૂ.૯૦નો અને હવે ફરી ૨૫ મેના રોજ નોંધપાત્ર વધારો થયો છે. એકંદૃરે, છેલ્લા ૧૦ દિૃવસમાં પેટ્રોલ રૂ.૭.૩૫ અને ડીઝલ રૂ.૭.૫૩ પ્રતિ લિટર મોંઘુ થયું છે.
આ ભાવ વધારા સાથે, ડીઝલ, જે અગાઉ દિૃલ્હીમાં પ્રતિ લિટર રૂ.૯૨ .૪૯ હતું, તે હવે આજથી રૂ.૯૫.૨૦ પ્રતિ લિટરના ભાવે વેચાશે. આનો અર્થ એ થયો કે ડીઝલ પ્રતિ લિટર રૂ.૨.૭૧ મોંઘુ થયું છે. એ જ રીતે, પેટ્રોલ, જે અગાઉ રૂ.૯૯.૫૧ પ્રતિ લિટર હતું, તે આજે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર થયું છે.
રાજધાનીમાં ફક્ત નિયમિત પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ પ્રીમિયમ ઇંધણના ભાવ પણ એ જ ગતિએ વધ્યા છે. ઠઁ૯૫, જેનો ભાવ રૂ.૧૦૬.૬૩ પ્રતિ લિટર હતો, તે ૨૫ મેના રોજ વધીને રૂ.૧૦૯.૨૪ થયો. ઠય્ ની િંકમત રૂ.૯૭.૮૧ થી વધીને રૂ.૧૦૦.૫૨ પ્રતિ લિટર થઈ ગઈ.
મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૧૧૧.૨૧ પ્રતિ લિટર છે, જે ગઈકાલના રૂ.૧૦૮.૪૫ કરતા થોડો વધારે છે. અહીં પેટ્રોલનો સૌથી ઓછો ભાવ ૬ મેના રોજ રૂ.૧૦૩ પ્રતિ લિટર હતો.
નોઇડામાં, ડીઝલનો ભાવ રૂ.૯૫.૫૬ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૧૨ પ્રતિ લિટર, ઠઁ૯૫નો ભાવ રૂ.૧૧૦.૬૮ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૧૦૧.૧૭ પ્રતિ લિટર છે.
ભોપાલમાં, ડીઝલનો ભાવ રૂ.૯૯.૬૪ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૧૪.૫૭ પ્રતિ લિટર, ઠઁ૯૫નો ભાવ રૂ.૧૨૩.૮૮ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૧૦૪.૯૦ પ્રતિ લિટર છે.
ચંદૃીગઢમાં, ડીઝલનો ભાવ રૂ.૮૯.૪૭ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૧.૫૧ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૯૪.૬૫ પ્રતિ લિટર છે.
ગાંધીનગરમાં, ડીઝલનો ભાવ રૂ.૯૮.૧૩ પ્રતિ લિટર, પેટ્રોલનો ભાવ રૂ.૧૦૨.૦૧ પ્રતિ લિટર, ઠઁ૯૫નો ભાવ રૂ.૧૧૦.૫૭ પ્રતિ લિટર અને ઠય્નો ભાવ રૂ.૧૦૩.૩૭ પ્રતિ લિટર છે.
આજે અમદૃાવાદૃમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયો છે. અહીં પેટ્રોલ ૧૦૧.૮૧ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહૃાું છે.
વિરોધાભાસી ટ્રેન્ડ વૈશ્ર્વિક ક્રુડમાં કડાકો ભારતમાં ભાવ વધારો
આ જંગી નુકસાની સરભર કરવા ભાવવધારા હોવાનું મનાય છે
ભારતમાં છેલ્લા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો ઝીકવામાં આવ્યો છે અને તેને પગલે મોંઘવારીનો આકરો ઝાટકો લાગવાના ભણકારા છે. રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે કે આજે ભારતમાં પેટ્રોલમાં 2.61 રૂપિયા તથા ડિઝલમાં 2.79 પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે તો સામે વિશ્ર્વબજારમાં ક્રુડતેલના ભાવમાં કડાકો સર્જાયો છે. ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતા બેવડી રાહત થઈ છે. જો કે ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સરકાર-તેલ કંપનીઓએ દોઢ મહિના સુધી કોઈ ભાવવધારો કર્યો ન હતો અને તેમાં જંગી નુકશાની થઈ હતી. આ જંગી નુકશાની સરભર કરવા માટે ભાવવધારાતા હોવાનું મનાય છે. ચાર વખત ભાવવધારો થવા છતાં હજુ તેલ કંપનીઓ ખોટ જ કરી રહી છે.વિશ્ર્વબજારમાં આજે ક્રુડતેલના ભાવમાં કડાકો સર્જાયો હતો. ડબલ્યુટીઆઈ ક્રુડ 6.17 ડોલર (6.38 ટકા) ગગડીને 90.43 ડોલરના સ્તરે આવી ગયુ હતું બ્રેન્ટ ક્રુડ પણ 100 ડોલરની નીચે ઉતરી ગયુ હતું અને 5.95 ડોલરના ઘટાડાથી 97.38 ડોલર સાંપડયુ હતું.
ગુજરાત સહિત ૩ રાજ્યોમાં અફવાઓન્ો લીધે લાંબી લાઇનો
દૃેશના કેટલાક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પ્રભાવિત થવાની અફવાઓને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. ઉત્તર પ્રદૃેશ અને મહારાષ્ટ્રની સાથે ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં આ સમસ્યા જોવા મળી છે, જ્યાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. લોકો આગામી દિૃવસો માટે ઈંધણનો સંગ્રહ કરવાના હેતુથી ગેરેજ, ગેલોન, બોટલો અને મોટા કન્ટેનર લઈને પંપ પર પહોંચી રહૃાા છે. અફવાઓના કારણે અચાનક માંગ વધી જતાં કેટલાક પંપો પર ઈંધણ ખૂટી ગયું છે, જેના લીધે ટ્રાન્સપોર્ટ અને રોિંજદૃા કામકાજ પર અસર પડી છે.
આ પરિસ્થિતિ વચ્ચે સરકાર વતી પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ સત્તાવાર માહિતી શેર કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દૃેશમાં હાલમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી, પરંતુ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ગભરાહટના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ ખરીદૃી (પેનિક બાઇંગ) કરી રહૃાા છે.