Jai Hind

વધુ એક ભાજપ શાસનના રાજય આસામમાં સમાન નાગરિક ધારો લાગુ થશે

ઉતરાખંડ અને ગુજરાત બહાર ઉતરપુર્વના રાજય આસામમાં ખરડો તૈયાર: મધ્યપ્રદેશમાં કમીટી બની

ઉતરાખંડ અને ગુજરાત બાદ હવે આસામમાં કોમન સિવિલ કોડ અથવા તો યુસીસી દાખલ કરવા તૈયારી છે. આજે રાજયની હિમંત બિશ્ર્વા સરમા સરકારની કેબીનેટ બેઠકમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગેનો ખરડો રજુ કરાયો અને હવે તે વિધાનસભામાં રજુ કરાશે. ગુજરાત અને ઉતરાખંડની જેમ જ આસામમાં રાજય સરકારે ખાસ જે રીતે આસામનું આ બહુવિધ જાતીય રહે છે તેથી એક ખરડામાં તેને સમાવી લીધી છે જેમાં સૌપ્રથમ એક પત્નીની હયાતીમાં કે છુટાછેડા લીધા વગર બીજા લગ્ન કરવા એ અપરાધ ગણાશે. આમ બહુપત્નીત્વને પ્રતિબંધીત કરાયો છે. રાજયમાં લગ્ન માટે લઘુતમ કાનુની ઉમર છોકરા અને છોકરી બંનેને એક સમાન રીતે લાગુ થશે તથા તમામ લગ્ન તથા છુટાછેડા પછી તે મુસ્લીમ સહિતના કોઈપણ સમાજમાં થતા હોય તેનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયું છે.
આ ઉપરાંત દિકરીને પિતાની સંપતિમાં પુત્રની જેમ જ સમાન કાનુની વારસો મળશે અને વધુ એક મહત્વપૂર્ણ રાજયમાં લીવ ઈનમાં રહેતા યુગલો માટે રજીસ્ટ્રેશન અને જો તેઓ અલગ પડે તો તેની પણ નોંધણી ફરજીયાત બનાવાઈ છે જયારે આ પ્રકારના સંબંધોમાં બાળકના જન્મથી લઈને સંપતિ સહિતના માટે પણ ખાસ જોગવાઈ કરાઈ છે. હાલમાં જ રાજય વિધાનસભાની ચુંટણી પુરી થયા બાદ પ્રથમ કેબીનેટમાં જ યુસીસી લાગુ કરવા તૈયારી કરી છે તો બીજી તરફ હવે મધ્યપ્રદેશ સરકારે પણ રાજયમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે કમીટી રચી છે અને લોકો પાસે ઓનલાઈન અભિપ્રાય મંગાવાયા છે. સાથોસાથ કમીટી દરેક જીલ્લાનો પ્રવાસ કરી લોકો પાસે રૂબરૂ પણ મંતવ્યો મેળવશે.