સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવીન્ો આપ્યો ચુકાદૃો
દૃેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે સચોટ મતદૃાર યાદૃી તૈયાર કરવી તેની જવાબદારી
મતદૃાર યાદૃીના વિશેષ અને ગહન પુન:નિરીક્ષણ કાર્યને લઈને સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદૃો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકારના ચૂંટણી પંચ પાસે SIR પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. મતદૃાર યાદૃીનું વિશેષ ગહન પુન:નિરીક્ષણ બંધારણીય અને માન્ય છે. ચૂંટણી પંચ પાસે મતદૃાર યાદૃી નિષ્પક્ષ અને શુદ્ધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોર્ટે આ પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં ચૂંટણી પંચના પક્ષમાં ચુકાદૃો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે બુધવારે આ ચુકાદૃો સંભળાવ્યો હતો. આ બાબતે કોર્ટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે, જે આ પ્રમાણે છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. દૃેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે એક સચોટ મતદૃાર યાદૃી તૈયાર કરવી તેની પ્રાથમિક જવાબદૃારી છે. કોર્ટે સ્વીકાર્યું કે કોઈ વિશેષ સંજોગોનું નિર્માણ થાય ત્યારે સામાન્ય પ્રક્રિયાથી હટીને કોઈ અલગ કે વિશેષ પ્રક્રિયા અપનાવવી તે બંધારણ અથવા પ્રચલિત કાયદૃાની વિરુદ્ધ નથી. આથી ચૂંટણી પંચ પાસે જીૈંઇ લાગુ કરવાની અને આ વિશેષ અભિયાન ચલાવવાની પૂરી સત્તા છે.
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા જ્યારે આ વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ, ત્યારે તેને પડકારવામાં આવી હતી. અરજદૃારોનો દૃાવો હતો કે આ પ્રક્રિયા સામાન્ય સુધારા અથવા સંશોધનની પદ્ધતિ કરતાં તદ્દન અલગ છે અને તેનાથી મતદૃારોના અધિકારો જોખમાઈ શકે છે. આ દૃલીલનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, માત્ર એટલા જ કારણસર કોઈ પ્રક્રિયાને અલ્ટ્રા વાયર્સ (ગેરકાનૂની કે સત્તા બહારની) ગણાવીને રદૃ ન કરી શકાય કે તે મતદૃાર યાદૃીના સુધારાની સામાન્ય પ્રક્રિયા કરતાં થોડી જુદૃી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે, ચૂંટણી પંચ દ્વારા ઓળખની ખરાઈ માટે નક્કી કરાયેલા ૧૧ દૃસ્તાવેજોના જૂથ પર વિચારણા કર્યા બાદૃ અને કોર્ટના આદૃેશો દ્વારા તેમાં આધાર કાર્ડ નો પણ સમાવેશ કરી દૃેવાયા પછી, પંચ દ્વારા માંગવામાં આવેલા દૃસ્તાવેજો મનસ્વી કે ભેદૃભાવપૂર્ણ છે તેવી દૃલીલને બિલકુલ સ્વીકારી શકાય નહીં. આ પ્રક્રિયા કાયદૃેસર છે.
આ મામલે વિપક્ષો અને અરજદૃારો દ્વારા આક્ષેપ કરાયો હતો કે ચૂંટણી પંચ દ્વારા ચલાવાઈ રહેલું આ જીૈંઇ અભિયાન વાસ્તવમાં પાછલા બારણેથી દૃેશની નાગરિકતાની ચકાસણી કરવા જેવું છે. આ આશંકાઓ ફગાવતા સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્ત્વની સ્પષ્ટતા કરી કે, આ વિશેષ પ્રક્રિયા અંતર્ગત જો કોઈ વ્યક્તિનું નામ મતદૃાર યાદૃીમાંથી હટાવી દૃેવામાં આવે, તો તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિની ભારતની નાગરિકતા જતી રહી છે.