ગુલમર્ગના ગોંડોલામાં સુરક્ષા કર્મીઓએ વિવિધ કેબીનોમાં ફસાયેલા ૩૦૦થી વધુ પયર્ટકોન્ો સુરક્ષિત રીત્ો બહાર કાઢ્યા હતા આથી સુરક્ષા કર્મીઓન્ો બિરદૃાવવા જોઇએ
તાજેતરમાં થયેલી દૃુર્ઘટનાઓએ ફરી એકવાર રોપ વે તથા એડવેન્ચર રાઇિંડગ દૃરમ્યાન કરવામાં આવતી સુરક્ષા બાબત્ો પ્રશ્ર્નો ઉભા કર્યા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ગુલમર્ગમાં ગોંડોલામાં સુરક્ષા કર્મીઓએ અલગ અલગ કેબિનોમાં ફસાયેલા ૩૦૦થી વધુ પર્યટકોન્ો સુરક્ષિત રીત્ો બચાવ્યા હતા.
આ માટે સુરક્ષા કર્મચારીઓન્ો બિરદૃાવવા જોઇએ. ત્યાં બીજી તરફ આગ્રામાં એડવેન્ચર રાઇડ દૃરમ્યાન જીપ લાઇનનો તાર ત્ાૂટવાથી એક કિશોરનું મોત થયું હતું જે ખરેખર દૃુર્ભાગ્યવાળી બાબત કહી શકાય.
ગુલમર્ગમાં આવેલી ગોંડોલા એશિયાની સૌથી ઉંચો તથા લાંબામાં લાંબો રોપ વે છે. આ સ્થળે દૃર વર્ષે હજારો પર્યટકો આવે છે આ વાતમાં કોઇ શંકા નથી કે, રોપ વે, ચકડોળ તથા વોટર રાઇિંડગ જેવી પ્રવૃત્તિઓ પર્યટકોન્ો રોમાંચિત કરે છે.
પરંતુ જ્યારે ત્ોના નિભાવમાં ઉણપ આવે અથવા કોઇ ટેકનીકલ ખામી આવે ત્યારે ગુલમર્ગ અને આગ્રા જેવી દૃુર્ઘટના બનવાન્ો વાર લાગતી નથી. સૌથી મોટી િંચતાની બાબત આ છે કે, આ અગાઉ અલગ અલગ સ્થાનો પર રોપ વે અથવા એડવેન્ચર રાઇડ દૃરમ્યાન ઘણી દૃુર્ઘટનાઓ બની રહી જેમાંથી બોધપાઠ લેવામાં આવ્યો નથી. તાજેતરમાં થયેલી દૃુર્ઘટના બાદૃ વિવિધ બાજુએથી તપાસ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદૃ યોગ્ય પગલાં લેવામાં લાપરવાહી રાખવામાં આવતી હોય છે. રોપ વે દૃુર્ગમ પહાડો પર જવા માટે સૌથી સરળ માધ્યમ છે પરંતુ ત્ોના સંચાલનમાં જરા સરખી ઉણપ મોટી હોનારત કરે છે. સૌથી મોટી જરૂરીયાત યોગ્ય વ્યવસ્થા બનાવવાની છે જેથી આ પ્રકારની દૃુર્ઘટના થાય નહીં. આ બાબત ત્યારે શક્ય પ્ાૂરવાર થશે જ્યારે રોપ વેના સંચાલનમાં પ્ાૂરેપ્ાૂરી તપાસ સમયે સમયે કરવામાં આવે. દૃર વર્ષે રોપ વેના સંચાલન માટે કડક દૃેખરેખ રાખવી જોઇએ અન્ો ત્ોમાં નવીનીકરણ પણ થવું જરૂરી છે.
સુરક્ષા માપદૃંડોનું પાલન કર્યા વગર કોઇપણ રોપ વે તથા એડવેન્ચર રાઇડીંગન્ો સંમતિ આપવી જોઇએ નહીં અન્ો સૌથી મોટી બાબત આ છે કે, રોપ વેનું સંચાલન કરનારાઓએ સહેજ પણ બ્ોદૃરકારી રાખવી જોઇએ નહીં અને જો કોઇપણ બ્ોદૃરકારી રાખવામાં આવે તો સજાની જોગવાઇ કરવી જોઇએ.
સામાન્ય રીત્ો એવું જોવામાં આવે છે કે, બ્ોદૃરકારી રાખનારાઓ પર સામાન્ય કાર્યવાહી થતી હોય છે પછી ભલે ત્ોમાં રોપ વેનું સંચાલન હોય કે, અન્ય મનોરંજનના પાર્ક હોય.
આ વાત પ્રજા માટે સુનિશ્ર્ચિત કરવી જોઇએ કે આવી કોઇ દૃુર્ઘટના બન્ો ત્ો ઇજાગ્રસ્તોન્ો ત્વરીત જરૂરી સારવાર મળવી જોઇએ સાથે પર્યટકોન્ો માહિતી આપવી જોઇએ કે આવી એડવેન્ચર રાઇિંડગ દૃરમ્યાન ત્ોમણે કઇ બાબતો પ્રત્યે સાવધ રહેવુ જરૂરી છે આથી સીટ બ્ોલ્ટ, હેલમેટ તથા સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવો જોઇએ.
ગુલમર્ગમાં જે દૃુર્ઘટના થઇ ત્ોની તપાસના આદૃેશ આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ, કાર્યવાહી, દૃુર્ઘટનામાં ઇજાગ્રસ્તોન્ો સહાય જેવી કાર્યવાહી વારંવાર થાય છે પરંતુ જે ટેકનીકલ ઉણપ છે ત્ો દિૃશામાં નક્કર પગલા લેવામાં આવતા નથી. આવા સ્થળો પર સૌથી મોટી જવાબદૃારી સ્થાનિક તંત્રની હોય છે આથી સ્થાનિક એકમોન્ો વધુ અધિકાર આપવા જરૂરી છે અન્ો જો રોપ વે તથા અન્ય એડવેન્ચર રાઇડ શંકાસ્પદૃ જણાય તો ત્ોન્ો બંધ કરવી જોઇએ.
રોપ વેની સુરક્ષા માટે સરકાર, સંચાલક કંપની અન્ો મુસાફરો-ત્રણેયની જવાબદૃારી મહત્વપ્ાૂર્ણ છે આથી કેબલ, ટાવર, બ્રેક સિસ્ટમ અન્ો મોટરનું સમયાંતરે નિરિક્ષણ કરવું જોઇએ. આવા ઉપકરણોમાં ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કરવો જોઇએ જેમાં મજબ્ાૂત કેબલ, સ્ોન્સર અને ઓટોમેટિક બ્રેિંકગ સિસ્ટમ લગાવવી, જૂના ભાગોન્ો સમયસર બદૃલવા વગ્ોરે કાર્ય સમય મુજબ કરવું જોઇએ.
આપાતકાલીન વ્યવસ્થામાં વીજ પુરવઠો બંધ થાય ત્યારે બ્ોકઅપ પાવર હોવો જોઇએ બચાવ કામગીરી માટે પ્રશિક્ષિત ટીમ અને સાધનો ત્ૌયાર રાખવા જરૂરી છે.
ભારે પવન, વરસાદૃ અથવા વીજળીની શક્યતા હોય ત્યારે આવી સ્ોવાઓ બંધ રાખવી જરૂરી છે આ માટે હવામાન મોનિટિંરગ સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી છે.
ઓપરેટરો અન્ો કર્મચારીઓન્ો નિયમિત તાલીમ આપવી જરૂરી છે અને ત્ોમન્ો આપત્તિ વખત્ો કેવી રીત્ો બચાવ કાર્યવાહી કરવી ત્ોની તાલીમ પણ આપવી જોઇએ.
આવી એડવેન્ચર રાઇડ કરનારા પર્યટકોએ પણ સ્ાૂચનાઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમાં ક્ષમતા કરતા વધુ લોકોન્ો એક કેબિનમાં બ્ોસવું જોઇએ નહી સફર દૃરમ્યાન ઉભા ન થવું, અથવા બહાર હાથ રાખવો જોઇએ નહીં.