Jai Hind

કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનના ઘર સહિત જુદા જુદા 12 સ્થળે ઇડીના દરોડા

ઇડીએ બુધવારે કથિત મની લોન્ડ્રીંગ મામલામાં કેરળના પૂર્વ મુખ્યમુત્રી પિનરાઇ વિજયનને તિરુવનંતપુરમ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. એજન્સીએ ધન શોધન રોકથામ અધિનિયમ (પીએમએસએ) અંતર્ગત રાજ્યભરમાં કુલ 12 ઠેકાણા પર એક સાથે સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરોડામાં રાજધાનીમાં આવેલ વિજયનનું ભાડાનું ઘર પણ સામેલ હતું.ઇડીની તપાસ પ્રાઇવેટ કંપની સીએમઆરએલ (કોચિન મિનરલ્સ એન્ડ સ્ટાઇલ લિમિટેડ) અને વિજયનની દીકરી ટી. વીણાની કંપની એક્સાલોનિક સોલ્યુશન વચ્ચે કથિત નાણાંકીય લેવડ-દેવડ સાથે સંકળાયેલી છે. આરોપ છે કે 2018થી 2019 દરમિયાન સીએમઆરએલએ એકસાલોજિક સોલ્યુશનને લગભગ 1.72 કરોડ રુપિયાનું પેમેન્ટ કર્યું હતું. જ્યારે આઇટી કંપનીએ બદલામાં કોઇ સેવા નહોતી આપી. આ કથિત ગેરકાયદે પેમેન્ટને લઇને એજન્સી મની લોન્ડ્રીંગ એંગલથી તપાસ કરી રહી છે. આ મામલે ઇડીએ 2024માં પીએમએલએ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. મંગળવારે કેરળ હાઇકોર્ટે સીએમઆરએલની એ અરજીને ફગાવી દીધી, જેમાં કંપનીએ ઇડીની કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી, હાઇકોર્ટથી રાહત ન મળ્યા બાદ ઇડીએ બુધવારે દરોડા કાર્યવાહી કરી હતી.