Jai Hind

આવકવેરા વિભાગ દ્વારા આઈટીઆર-2ની ઓનલાઈન ફાઈલીંગ સર્વિસ સેવા ચાલુ કરાઈ

2026-27ના આકારણી વર્ષ માટે કરદાતાઓ આ રિટર્ન ફાઈલ કરી શકશે

આવકવેરા વિભાગે 2026-27ના આકારણી વર્ષ માટે તેના ઓફીશ્યલ ઈ ફાઈલીંગ પોર્ટલ પર આઈટીઆર-2 ઓનલાઈન ફાઈલીંગ અને એકસલ યુટીલીટી સર્વિસ ચાલુ કરી દીધી છે. અગાઉ આઈટીઆર-1 અને આઈટીઆર-4 માટેની સર્વિસ ચાલુ કરી હતી. આવકવેરો ભરતા લાખો કરદાતાઓ માટે આ અત્યંત જરૂરી છે. એસેસમેન્ટ વર્ષ 26-27માં આવકવેરા વિભાગે આ મહત્વની સેવા શરૂ કરી છે અને તે ભરતા સમયે તમારે અનેક સાવધાની રાખવી પડશે. ખાસ કરીને અન્ય સ્ત્રોતોમાંથી મળતી આવક જેમકે લોટરી, ઘોડાદોડ કે કાનુની રૂપે તમે જો કોઈ રકમ જીતી હોય અને તે ઉપરાંત અને પાંચ હજારથી વધુની કૃષી આવક હોય તો તમારે આ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. તમે કઈ કંપનીના ડાયરેકટર હો કે અનલીસ્ટેડ ઈકવીટીમાં રોકાણ કર્યુ હોય પછી તેમાં આવકનું સ્તર ગમે તે હોય તો પણ આઈટીઆર-2 ભરવાનું રહેશે.આ અંગે આવકવેરા વિભાગે જાહેર કર્યુ છે કે 2025-26ના રિટર્ન ફાઈલ કરવાની આખરી તા.31 જુલાઈ 2026 છે. જો તમારી આવક રૂા.2.5 લાખથી ઓછી હોય તો રિટર્ન ફાઈલ કરવું જરૂરી નથી પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આઈટીઆર-2 એ વ્યક્તિઓ અને હિન્દુ અનડીવાઈડેડ ફેમીલી (એચયુએફ) અથવા જેની પાસે સેલેરી પેન્શનની સાથોસાથ હાઉસ પ્રોપર્ટીથી કમાણી થતી હોય તો તેને રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.