Jai Hind

તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજયે પ્રથમવાર પીએમ મોદૃીની મુલાકાત લીધી

તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય પોતાનો પદૃભાર સંભાળ્યા બાદૃ પ્રથમ વખત દિૃલ્હી પહોંચ્યા છે, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દૃરમિયાન તેમણે રાજ્યના વિકાસ અને કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ માગણીઓ અંગે ચર્ચા કરી.

કેન્દ્ર સમક્ષ રાજ્યની પડતર માંગણીઓ અંગ્ો વડાપ્રધાન સાથે કરી ચર્ચા

વિજય દિૃલ્હી પહોંચ્યા બાદૃ સૌથી પહેલા સેન્ટ્રલ દિૃલ્હી સ્થિત તમિલનાડુ હાઉસ ગયા હતા. ત્યારબાદૃ તેઓ સાંજે નક્કી કરેલા સમયે વડાપ્રધાન મોદૃીને મળવા માટે ગયા હતા. બંને વચ્ચે આશરે ૨૫ મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જોકે આ ચર્ચાના સંપૂર્ણ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદૃીએ અગાઉ વિજયને મુખ્યમંત્રી બનવા બદૃલ અભિનંદૃન આપ્યા હતા અને કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે સાથે મળીને કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.