સુપર અલ-નીનોનું ભયાનક સ્વરૂપ જોવા મળશે
ખનિજ ઇંધણોના વધુ પડતા વપરાશન્ો કારણે પ્ાૂર દૃુષ્કાળ જેવી ઘટનાઓ વધશે: યુએનના રિપોર્ટથી વિશ્ર્વમાં િંચતા
આગામી પાંચ વર્ષોમાં પૃથ્વી પર ગરમીનું એક નવું અને ભયાનક સ્વરૂપ જોવા મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન સંસ્થા વર્લ્ડ મેટોરોલૉજીકલ ઑર્ગેનાઇઝેશન અને યુકેના હવામાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૬થી ૨૦૩૦ દૃરમિયાન વૈશ્ર્વિક તાપમાન આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરાયેલી સલામત મર્યાદૃાને વારંવાર પાર કરી જશે. કોલસો, તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોના વધુ પડતા વપરાશને કારણે પૃથ્વી પર પૂર, દૃુષ્કાળ અને હીટ વેવ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓ ઝડપથી વધશે.
વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, ૨૦૨૬ અને ૨૦૩૦ની વચ્ચે સરેરાશ વૈશ્ર્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના) સમયગાળા કરતાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ(૨.૭ ડિગ્રી ફેરનહીટ)ને વટાવી જવાની ૭૫% શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના પેરિસ આબોહવા કરારમાં વૈશ્ર્વિક તાપમાનને આ જ મર્યાદૃામાં રાખવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાંથી કોઈ એક વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ(વર્ષ ૨૦૨૪નો રૅકોર્ડ તોડીને) બને તેની ૮૬% શક્યતા છે. ૨૦૨૭ના વર્ષમાં ગરમીનો અત્યાર સુધીનો નવો રૅકોર્ડ બને તેવી પ્રબળ આશંકા છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં કુદૃરતી રીતે તાપમાન વધારતી ’અલ નીનો’ની પ્રક્રિયા ૨૦૨૮ સુધી લંબાઈ શકે છે.
આર્કટિક વિસ્તાર બાકીની દૃુનિયા કરતાં ૩.૫ ગણી ઝડપથી ગરમ થઈ રહૃાો છે. સૂર્યના કિરણોને પરાવર્તિત કરતો બરફ પીગળી રહૃાો હોવાથી ત્યાં તાપમાન સતત વધી રહૃાું છે. આગામી પાંચ વર્ષમાં ત્યાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રી ફેરનહીટ (૨.૮ ડિગ્રી સેલ્સિયસ) વધુ ગરમ રહેવાની ધારણા છે.
પૃથ્વીના ફેફસાં ગણાતા એમેઝોનના જંગલોના વિસ્તારમાં ભયાનક દૃુષ્કાળ અને અસામાન્ય ગરમી પડશે.
ગરમીને કારણે ત્યાં જંગલોમાં લાગતી આગ(ઉૈઙ્મઙ્ઘકૈિીજ)નું જોખમ વધી જશે. પરિણામે, જે એમેઝોન અત્યાર સુધી પૃથ્વીના ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરતું હતું, તે પોતે જ કાર્બન બહાર ફેંકીને સમસ્યાને વધુ ગંભીર બનાવી દૃેશે.
યુએનના ક્લાઇમેટ ચીફ સાયમન સ્ટીલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને રોકવાના વૈશ્ર્વિક પ્રયાસો પૂરતા સાબિત થઈ રહૃાા નથી. યુરોપ અને ભારત સહિત વિશ્ર્વભરમાં પડી રહેલી અસહૃા ગરમી એ માનવજાત દ્વારા સતત સળગાવવામાં આવી રહેલા કોલસા અને તેલનું જ ઘાતક પરિણામ છે, જેની આર્થિક અને માનવજીવન પર ખૂબ જ ક્રૂર અસર પડી રહી છે.
દિૃલ્હીમાં ભારે વરસાદૃ વિમાન સ્ોવા ખોરવાઈ
દિૃલ્હી એનસીઆરમાં આજે સાંજે વાવાઝોડા સાથે ભારે વરસાદૃ પડતા વિમાન સ્ોવા પણ ખોરવાઈ ગઈ હતી અન્ો માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી. કર્ણાટકના વિદૃાય લઈ રહેલા મુખ્યમંત્રી સિધ્ધારમૈયા સહિત કોંગ્રેસના ન્ોતાઓન્ો લઈન્ો આવી રહેલું ચાર્ટર્ડ વિમાનન્ો જયપુર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.