રાજ્યસભાના સભ્યપદૃની ઓફર ફગાવી સિધ્ધારમૈયા દિૃલ્હી જવા રવાના
કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાનું રાજીનામું
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામા ની જાહેરાત કરી દૃીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીિંટગમાં તેમણે આ જાહેરાત કરી છે.
તેમણે મંત્રીઓને પોતાના આ નિર્ણયની જાણકારી આપી. બપોરે ત્રણ કલાકે સિદ્ધારમૈયા લોકભવન જશે. તેઓ રાજ્યપાલ ઓફિસને પોતાનું રાજીનામું સોંપશે કારણ કે આ સમયે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદૃ ગેહલોલ બેંગલુરૂમાં હાજર નથી. તેઓ આ સમયે મધ્ય પ્રદૃેશના ઇન્દૃોરમાં છે.
સિદ્ધારમૈયાએ સવારે ૧૦.૩૦ કલાકે બ્રેકફાસ્ટ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે રાજીનામાની જાહેરાત કરવાની હતી. તેમના રાજીનામા બાદૃ ડીકે શિવકુમારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ડીકે શિવકુમારના શિબિરના સૂત્રોએ દૃાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા ૧ જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી સંભાવના છે. સંભવિત શપથ ગ્રહણ સમારોહ પહેલા, ડીકે શિવકુમાર તુમાકુરુના એક મઠની મુલાકાત લેવા માટે આવે તેવી સંભાવના છે, જ્યારે એવા અહેવાલો છે કે શુભ સમયની ચર્ચા પણ ચાલી રહી છે. કોંગ્રેસ વિધાયક દૃળ (સીએલપી)નું શનિવારે બોલાવવામાં આવે તેવી સંભાવના છે, ત્યારબાદૃ તે જ દિૃવસે નવા મુખ્યમંત્રી અને કેબિનેટનું શપથ ગ્રહણ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે રવિવારે સમારોહ યોજાવાની પણ સંભાવના છે કારણ કે તે મુખ્યમંત્રી નિયુક્ત ડીકે શિવકુમાર પર નિર્ભર છે કે તેઓ તેમના અંગત જ્યોતિષી પાસેથી શુભ સમય શોધે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે નિયુક્ત મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર અને ગૃહ પ્રધાન ડો.જી પરમેશ્ર્વર સાથે સંયુક્ત પત્રકાર પરિષદૃને સંબોધિત કરતા સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધીએ તેમને રાજ્યસભાની બેઠકની ઓફર કરવા છતાં રાષ્ટ્રીય રાજકારણમાં જવાનો તેમનો કોઈ ઇરાદૃો નથી.