વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ સોમવારે રાજ્યોને સાથે મળીને કામ કરવા અને પાણી સંબંધિત વિવાદૃોને વહેલી તકે ઉકેલવા માટે સમયસર મંજૂરી આપવા જણાવ્યું હતું. રાજ્યોને ટેકનોલોજીની મદૃદૃથી સહકાર, સમયસર મંજૂરી અને દૃેખરેખ દ્વારા આંતર-રાજ્ય જળ વિવાદૃોનો ઉકેલ લાવવા અપીલ કરતા પ્રધાનમંત્રી મોદૃીએ કહૃાું કે કેન-બેતવા પ્રોજેક્ટ એક મોડેલ તરીકે કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, યોજનાઓના અમલીકરણમાં વિલંબ ખર્ચમાં વધારો કરવાની સાથે નાગરિકોને સમયસર જરૂરી સુવિધાઓ અને વિકાસના લાભો મેળવવામાં પણ અવરોધ ઊભો કરે છે. બુધવારે સાંજે યોજાયેલી પ્રગતિની ૫૧મી બેઠકની અધ્યક્ષતા કરતા નરેન્દ્ર મોદૃીએ કહૃાું હતું કે દૃરેક વિલંબની સીધી અસર લોકોના જીવન, પ્રાદૃેશિક વિકાસ અને જાહેર સંસાધનો પર પડે છે. આ બેઠકમાં નવ રાજ્યોમાં રેલવે, પાવર અને રોડ સેક્ટરમાં લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના સાત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. ડેટાની સમીક્ષા કરતા વડા પ્રધાને કહૃાું કે તે પરસ્પર સહયોગ, સમયસર મંજૂરી, તકનીકી આધારિત દૃેખરેખ અને ’મિશન-મોડ’ માં કામ કરીને રાજ્યો વચ્ચે પાણી સંબંધિત વિવાદૃોને ઉકેલવા માટે અન્ય રાજ્યો માટે એક મોડેલ તરીકે કામ કરવું જોઈએ.