દિૃલ્હી બીજેપીની કમાન હર્ષ મલ્હોત્રાના હાથમાં
પશ્ર્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં હવે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મોટા પાયે ફેરફારો શરૂ કરી દૃીધા છે. ભારતીય જનતા પાર્ટીએ દૃેશની રાજધાની દિૃલ્હી સહિત ૪ રાજ્યોમાં પ્રદૃેશ અધ્યક્ષ બદૃલી નાખ્યા છે. દિૃલ્હીની સાથે જ પંજાબ, હરિયાણા અને પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાને હવે નવા પ્રદૃેશ અધ્યક્ષ મળ્યા છે.
દિૃલ્હી બીજેપીના નવા પ્રદૃેશ અધ્યક્ષ તરીકે હર્ષ મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. હર્ષ મલ્હોત્રા પૂર્વ દિૃલ્હીના સાંસદૃ છે અને તેઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ અહીં પણ મોટો સંગઠનાત્મક ફેરફાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સુનીલ જાખડની જગ્યાએ નવા નેતાને પાર્ટીના સંગઠનની કમાન સોંપી છે. ભારતીય જનતા પાર્ટીએ કેવલ િંસહ ઢિલ્લોંને પંજાબ બીજેપીના નવા પ્રદૃેશ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે.