Jai Hind

અભિષેક બેનર્જી પર હુમલો, બંગાળનું રાજકારણ ગરમાયું

હુમલા મામલે સ્થાનિક પાંચ લોકોની ધરપકડ

હુમલા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના નિર્ણયને લઈને પૂર્વ મમતાએ આરોપો લગાવ્યા

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર સોનારપુરમાં થયેલા કથિત હુમલા અને ગેરવર્તણૂકના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોનારપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદૃ કાર્યવાહી કરતા પોલીસે હુમલો કરનારા અને ઘેરાવ કરનારા ૫ સ્થાનિક લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ અભિષેક બેનરજીની મુલાકાત દૃરમિયાન તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને અપશબ્દૃો બોલ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદૃ અભિષેક બેનર્જી પર થયેલા હુમલાએ પશ્ર્ચિમ બંગાળની રાજનીતિને ફરી ગરમાવી દૃીધી છે. હુમલા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના નિર્ણયને લઈને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ અને હોસ્પિટલના વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરતાં આ ઘટનાને દૃુ:ખદૃ ગણાવી છે. મમતા બેનર્જીએ કહૃાું કે, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ પર હુમલો થવો અને ત્યારબાદૃ તેમની સારવારમાં ગૂંચવણ ઊભી થવી એ અત્યંત િંચતાજનક છે. મમતા બેનર્જીએ સુરક્ષા વ્યવસ્થા અને હોસ્પિટલની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા.
મમતા બેનર્જીએ જણાવ્યું કે, અભિષેક બેનર્જીને રાત્રે ૮:૧૫ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધી હોસ્પિટલમાં દૃેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમન્ો ્ેૈંંમાં લઈ જવામાં આવ્યા, અનેક મેડિકલ ટેસ્ટ અને સ્કેનની સલાહ આપવામાં આવી. ત્યારબાદૃ અચાનક તેમને ડિસ્ચાર્જ કરી દૃેવામાં આવ્યા. મમતા બેનર્જી પૂછ્યું, જો સારવારની જરૂર જ નહોતી તો પહેલા ્ેૈંંમાં કેમ લઈ જવાયા અને કલાકો સુધી દૃેખરેખમાં કેમ રાખવામાં આવ્યા?
ડોક્ટરોએ તપાસ દૃરમિયાન અભિષેક બેનર્જીના શરીર પર અનેક બ્લન્ટ ઈન્જરી જોવા મળી હતી. ચહેરા, પીઠ, છાતી અને ગળા પર ઇજાઓ હતી. ડોક્ટરોએ ઠ-ટ્ઠિઅ અને સ્કેન કરવાની સલાહ આપી હતી જેથી ફ્રેક્ચર, આંતરિક રક્તરુાાવ કે અંદૃરના અંગોને નુકસાન થયું છે કે નહીં તેની ખાતરી થઈ શકે. મમતા બેનર્જીએ કહૃાું કે, જો તેમના માથા પર હેલમેટ ન હોત તો તેમને ગંભીર ઇજા થાત. હેલમેટે તેમનો જીવ બચાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે પથ્થરમારો અને શારીરિક હુમલાથી અભિષેક બેનર્જીને છાતીમાં ઇજા પહોંચી છે.
મમતાએ વહીવટી તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતાં કહૃાું કે પોલીસને આગોતરી જાણ હતી છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. તેમણે દૃાવો કર્યો કે િંહસા ભડકાવવા માટે બહારના લોકોને લાવવામાં આવ્યા હતા. તેમણે ભારપૂર્વક કહૃાું કે, રાજકીય હરીફાઈનો અર્થ િંહસા ન હોવી જોઈએ.