Jai Hind

ટીએમસીના વધુ એક મોટા નેતા કલ્યાણ બેનરજી પર હુમલો

બંગાળમાં અભિષેક બેનરજી બાદ

હુગલી જિલ્લામાં કલ્યાણ બ્ોનરજી પર હુમલામાં માથામાં ડ્યુક બોલ વાગતા લોહી લુહાણ

પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલો ભારે રાજકીય તણાવ હવે િંહસક વળાંક લઈ રહૃાો છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અભિષેક બેનરજી પર થયેલા હુમલા બાદૃ, હવે રવિવારે ટીએમસીના વધુ એક વરિષ્ઠ નેતા અને સાંસદૃ કલ્યાણ બેનરજી પર હુગલી જિલ્લામાં કથિત રીતે હુમલો અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે ચંડિતલા પોલીસ સ્ટેશનમાં આવેદૃનપત્ર સોંપવા જઈ રહૃાા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલ્યાણ બેનરજી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહૃાા હતા ત્યારે કેટલાક પ્રદૃર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. પ્રદૃર્શનકારીઓએ ટીએમસી સાંસદૃને કાળા ઝંડા બતાવ્યા હતા અને તેમના વિરુદ્ધ જોરદૃાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન સ્થિતિ અચાનક વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી અને ભીડે સાંસદૃને ચારેય તરફથી ઘેરી લીધા હતા. પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા મુજબ, ત્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સાંસદૃ સાથે ધક્કામુક્કી તેમજ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં જ તુરંત સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસે હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ િંહસક હુમલા બાદૃ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદૃ કલ્યાણ બેનરજીએ સીધો ભાજપ પર આરોપ લગાવતા કહૃાું કે, “હું એકલો જ આવી રહૃાો હતો, મારી સાથે કોઈ નહોતું. ભાજપના સભ્યોએ મારી સાથે ગાળાગાળી કરી અને મારા માથા પર ડ્યૂક બોલ (ક્રિકેટનો કઠણ બોલ) થી હુમલો કર્યો. મારા માથામાંથી લોહી વહી રહૃાું છે… હવે જનતા જ નક્કી કરશે કે સાંસદૃોને જે રીતે સતત નિશાન બનાવવામાં આવી રહૃાા છે તે સાચું છે કે ખોટું. શનિવારે અભિષેક બેનરજી સાથે થયેલી િંહસક ઘટના બાદૃ ટીએમસીના બીજા મોટા ચહેરા કલ્યાણ બેનરજી પર થયેલા આ હુમલાએ રાજ્યના રાજકારણનો પારો ઉંચકી દૃીધો છે. તૃણમૂલ કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ આ ઘટનાની આકરા શબ્દૃોમાં િંનદૃા કરી છે અને તેને લોકશાહીના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાની કડક તપાસમાં જોતરાઈ ગઈ છે અને ઘટનાસ્થળના વિડીયો ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.