યુપીઆઇ વ્યવહારો વધીને રેકોર્ડ સપાટીએ
નવી દિલ્હી: દેશમાં એક તરફ ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવ તથા એકંદર મોંઘવારી વચ્ચે પણ સરકારનું મે માસનું જીએસટી કલેકશન ગત વર્ષની સરખામણીમાં 3.2% વધીને રૂા.1.94 લાખ કરોડ નોંધાયુ છે. જો કે ગત મહિને એપ્રિલ માસમાં જીએસટી કલેકશન રૂા.2.43 લાખ કરોડ હતું. આમ ગત માસની સરખામણીએ અંદાજે રૂા.50000 કરોડ ઘટયુ છે મે 2025માં જીએસટી કલેકશન રૂા.1.88 લાખ કરોડ હતું. ગ્રોસ સેન્ટ્રલ જીએસટી કલેકશન રૂા.37397 કરોડ નોંધાયુ છે જે ગત મહિને રૂા.52140 કરોડ નોંધાયુ હતું. સ્ટેટ જીએસટી કલેકશન રૂા.45143 કરોડ નોંધાયુ છે. જે ગત મહિને રૂા.61331 કરોડ નોંધાયું હતું. આમ બન્ને કલેકશન ઘટયુ છે જયારે આ માસના ગાળામાં રીફંડ રૂા.27281 કરોડ અપાયો છે. આમ રીફંડ બાદ જીએસટી રૂા.1.67 લાખ કરોડ થયુ છે.બીજી તરફ દેશમાં યુપીઆઈ વ્યવહારો નવા ઉંચી રેકર્ડ બ્રેક સપાટીએ આવ્યા છે. મે માસમાં યુપીઆઈ વ્યવહારો 20.90 લાખ કરોડ નોંધાયા છે. જે ગત માસમાં રૂા.29.96 લાખ કરોડ હતા.
આમ યુપીઆઈ વ્યવહારોમાં નવો રેકોર્ડ થયો છે. એપ્રિલ 2016માં યુપીઆઈનો અમલ થયો તે પછી આ સૌથી વધુ વ્યવહાર નોંધાયા છે. આ ઉપરાંત યુપીઆઈમાં દૈનિક વ્યવહારો 7.48 કરોડ નોંધાયા છે. જે ગત મહિને 7.45 કરોડ હતા. જો કે ઈંધણ હજુ જીએસટીમાં સમાવેશ થતો નથી તેથી તેનું વેરા કલેકશન વધ્યું હોઈ તે નિશ્ર્ચિત છે.