દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ ૨ થી ૩ દિૃવસમાં કેરળ પહોંચશે
રાજસ્થાનના ૩ જિલ્લામાં કરા પડ્યા: હીટવેવ સમાપ્ત થવાના આરે
હવામાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું છે કે, દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ આગામી ૨ થી ૩ દિૃવસમાં કેેરળ પહોંચી શકે છે. સામાન્ય રીત્ો ૧લી જૂનની આસપાસ કેરળમાં દૃસ્તક દૃેતા ચોમાસાની આ વર્ષે ગતિ થોડી ધીમી રહી છે. અરબીસમુદ્ર, લક્ષદ્વિપ, કેરળ અન્ો તામિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસાન્ો આગળ વધવા માટે હવામાન અનુકૂળ બન્યુ છે. આ સાથે બંગાળની ખાડીના ઘણા વિસ્તારોમાં પણ ચોમાસુ આગળ વધી રહૃાું છે. દૃેસભરમાં હાલ હીટવેવની સ્થિતિ સમાપ્ત થઈ રહી છે. રાજસ્થાનના નાગૌર, અજમેર અન્ો ચિત્તોડગઢમાં આજે કરા પડ્યા હતા. મધ્યપ્રદૃેશના ૪ જિલ્લામાં વાવાજોડા સાથે વરસાદૃનો દૃોર ચાલુ છે.
દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટા વચ્ચે ચોમાસા પૂર્વેનો વરસાદ-આંધીનો માહોલ સર્જાયો છે. જ્યારે આવતા ત્રણ-ચાર દિવસ હજુ 20 રાજ્યોમાં અસ્થિર વાતાવરણ વચ્ચે તોફાની વરસાદનો દોર જારી રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના રીપોર્ટમાં એમ જણાવાયું છે કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ, સાયક્લોનિક સરક્યુલેશન તથા અનેક ટ્રફ લાઇનના પ્રભાવ હેઠળ ઉતર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના 20 જેટલા રાજ્યોમાં તેજ પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત, ઓડિશા, મધ્ય પ્રદેશ, કેરળ, તામીલનાડુ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે પૂર્વ મધ્ય તથા ઉતર પૂર્વીય બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે અને 5.8 કિ.મી. સુધી ફેલાયેલું છે. તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડી તથા સંલગ્ન પૂર્વીય ભારતમાં હવામાનની ગતિવિધિ તેજ બની છે. નૈઋત્ય ચોમાસુ પણ આગળ વધી રહ્યું છે અને આવતા ત્રણ-ચાર દિવસમાં કેરળ, તામીલનાડુ, લક્ષદ્વીપ તથા આસપાસના ભાગોમાં સક્રિય થઇ શકે છે.
નૈઋત્ય ચોમાસાની ઉતરીયા રેખા હાલ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, બંગાળની ખાડી તથા આંદામાન સાગરના અમુક ભાગોામાં પહોંચી ગઇ છે. તેના આગળ ધપવા માટે પરિસ્થિતિ સાનુકુળ હોવાથી આવતા દિવસોમાં સક્રિય થવા લાગશે. કેરળ, તામીલનાડુ, કર્ણાટક તથા પૂર્વ ભારતમાં પ્રિ-મોન્સુન ગતિવિધિ તેજ થઇ ગઇ છે. કેટલાંક ભાગોમાં સતત વરસાદથી ગરમીમાં રાહત છે. વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાયલસીમા તથા તટીય કર્ણાટકમાં પણ તેજ પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 50 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
મધ્ય ભારતના મધ્ય પ્રદેશ, વિદર્ભ તથા છતીસગઢમાં આંધી-કરા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઓડિશા, ગુજરાત, રાજસ્થાન માટે પણ ચેતવણી આપવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં 70 થી 80 કિમીની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાઇ શકે છે. ગુજરાતમાં તેજ પવન અને વિજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. દરિયો તોફાની બને તેમ હોવાથી કાંઠાળ ભાગોમાં સાવચેત રહેવા કહેવાયું છે.