Jai Hind

વકીલ વી. મોહનાએ સીધા સુપ્રીમના જજ બની ઇતિહાસ રચ્યો

સુપ્રીમ કોર્ટમાં નવા પાંચ જજોની નિયુક્તિ

કેન્દ્ર સરકારે આજે સુપ્રીમકોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિયુક્તિ કરી છે. જેમાં વરિષ્ઠ વકીલ વી.મોહના, ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, ન્યાયમૂર્તિ શીલ નાગુ, ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા અને ન્યાયમૂર્તિ અરુણ પલ્લીને સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરાયા છે.
27મી મે એ સુપ્રીમકોર્ટની વેબસાઈટ પર જાહેર નિવેદન અનુસાર સીજેઆઈ સુર્યકાંતની અધ્યક્ષતાવાળા કોલેજીયમે 22 મે અને 27મી મે એ બેઠકો કરી હતી. કોલેજીયમે પંજાબ અને હરિયાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ, બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ સચદેવા, જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ પાલી અને વરિષ્ઠ વકીલ વી.મોહનાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ કરી હતી.
સુપ્રીમકોર્ટમાં જજોની સંખ્યા 37 થઈ જતા અદાલતી કાર્યવાહીમાં ઝડપ આવશે તેમ કાનુનવિદોનું માનવું છે.
વકીલમાંથી સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશ તરીકે બઢતી આપવાની ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 37 થઈ જતા અદાલતી કાર્યવાહીમાં ઝડપ આવશે તેમ કાનુનવિદોનું માનવું છે.
વકીલમાંથી સુપ્રીમકોર્ટમાં સીધી જજ બનનાર વી.મોહનાએ ઈતિહાસ રચ્યો: જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા બાદ વી.મોહના બીજી મહિલા વકીલ છે, જે વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે નિયુક્ત થયા છે. આટલું જ નહીં, જસ્ટીસ વી.મોહના સુપ્રીમકોર્ટના ઈતિહાસની 12મી મહિલા જજ છે. હાલમાં જસ્ટિસ વી.બી.નાગરત્ના સુપ્રીમ કોર્ટમાં જજ છે અને મોહના બીજા જજ બનશે.