Jai Hind

કેન્દ્ર સરકારનાં કર્મચારી અને પેન્શનરો માટે આગામી સમય ખુશીઓ લઇ આવશે

મુળભુત પેન્શનમાં 67 ટકાનો સીધો વધારો કરવા વિચારણા

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમય ખુશીઓ લઈને આવી શકે છે. 8મા પગાર પંચ હેઠળ પેન્શનરોના મૂળભૂત પેન્શનમાં 67% નો સીધો વધારો કરવાની જોગવાઈઓ પર ગંભીર વિચારણા ચાલી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ, પેન્શનરોની ઉંમર વધવાની સાથે તેમના પેન્શનની રકમમાં પણ આપોઆપ વધારો થતો જશે.
આ ઉપરાંત, કર્મચારીઓને તેમની પસંદગીની પેન્શન સિસ્ટમ પછી ભલે તે ઘઙજ હોય, ગઙજ હોય કે ઞઙજ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ નવું ફોર્મ્યુલા દેશના આશરે 1.1 કરોડથી વધુ લોકોના જીવન પર સીધી અને સકારાત્મક અસર કરશે.
પરંપરાગત રીતે પગાર પંચમાં માત્ર ’ફિટમેન્ટ ફેક્ટર’ અને ’મોંઘવારી ભથ્થું’ વધારવા પર જ ચર્ચા થતી હતી, પરંતુ આ વખતે 8મા પગાર પંચમાં સંપૂર્ણ ધ્યાન નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત કરાયું છે. કર્મચારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને એક વ્યાપક પ્રસ્તાવ સુપરત કરવામાં આવ્યો છે, જે નિવૃત્ત કર્મચારીઓને તેમના વયસ્કાળ દરમિયાન સન્માનજનક અને ચિંતામુક્ત જીવન જીવવાની ખાતરી આપે છે.
ગઈ-ઉંઈખ દ્વારા સરકારને સોંપવામાં આવેલા પ્રસ્તાવમાં માગ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા બે સભ્યોના પરિવારના જીવનનિર્વાહને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમને ’છેલ્લા મળેલા પગાર’ ના વર્તમાન 50% થી વધારીને 67% કરવામાં આવે.