Jai Hind

સીબીએસઇ વિવાદૃમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી ચેરમેન-સચિવને હટાવાયા, તપાસ કમિટી બનાવાઈ

સીબીએસઇ વિવાદૃમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી:પ્રશાંત લોખંડે નવા ચેરમેન બન્યા

આંતરિક ખામીઓ અંગ્ો જવાબદૃારી નક્કી કરવા સીબીએસઇ ચેરમેન રાહુલ િંસહ અને સચિવ હિમાશુ ગુપ્તાન્ો પદૃ પરથી હટાવાયા:એસ રાધા ચૌહાણની અધ્યક્ષતામાં તપાસ કમિટી એક માસમાં રિપોર્ટ આપશે

દૃેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઝ્રમ્જીઈ)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદૃોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદૃારી નક્કી કરવા માટે સરકારે ઝ્રમ્જીઈ ના ચેરમેન રાહુલ િંસહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદૃલી કરી દૃીધી છે.
વરિષ્ઠ આઇએએસ અધિકારી પ્રશાંત સીતારામ લોખંડેન્ો સીબીઆઈના નવા ચેરમેન તરીકે નિવામાં આવ્યા છે.
અધ્યક્ષ અને સચિવને પદૃ પરથી હટાવવાની સાથે જ સરકારે ઝ્રમ્જીઈ દ્વારા ’ઓન-સ્ક્રીન માર્કિંગ’ ર્(ંજીસ્) સેવાઓની ખરીદૃી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદૃી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદૃેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદૃદૃ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદૃર કાર્મિક અને તાલીમ વિભાગ (ર્ડ્ઢઁ્) ને સોંપવાનો નિર્દૃેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઝ્રમ્જીઈ ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહૃાા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદૃર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને ઝ્રમ્જીઈ ની કામગીરીમાં જવાબદૃારી અને પારદૃર્શિતા નક્કી કરવાની દિૃશામાં એક મોટું પગલું માનવામાં આવી રહૃાું છે.
મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રાલયની સંસદૃની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ઝ્રમ્જીઈના ચેરમેન અને સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરીનો ભારે ઉધડો લેવામાં આવ્યો હતો. કમિટીએ આ બંને ઉચ્ચ અધિકારીઓને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા.
કમિટીના અધ્યક્ષ દિૃગ્વિજય િંસહે ચેરમેનને આકરા સવાલો પૂછતા કહૃાું હતું કે, “પેપર ચકાસણીની નવી પ્રક્રિયા લાગુ કરવામાં આટલી બધી ઉતાવળ કેમ કરવામાં આવી? શું પૂરતી તૈયારીઓ સાથે તેને એક વર્ષ પછી લાગુ નહોતી કરી શકાતી? તમે બાળકોના ભવિષ્યને દૃાવ પર લગાવી દૃીધું છે!”
દિૃગ્વિજયિંસહે વધુમાં ઉમેર્યું કે તેઓ આ મામલે કેટલાક સવાલો લેખિતમાં આપશે અને તે તમામના સચોટ જવાબો અધિકારીઓએ આપવા પડશે.
આ કમિટીની બેઠકમાં એક વિદ્યાર્થીને પણ ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યો હતો. તે વિદ્યાર્થીએ સીબીએસઇના ચેરમેન અને સેક્રેટરીની હાજરીમાં જ નવી સિસ્ટમની અનેક મોટી ખામીઓ અને નબળાઈઓ ખુલ્લી પાડી દૃીધી હતી. આ બાબત પર ભાજપના સાંસદૃ ભીમિંસહે અધિકારીઓ પર કટાક્ષ કર્યો હતો કે, “જો તમારાથી આ કામ સરખી રીતે ન થતું હોય, તો આ વિદ્યાર્થીને જ તમારા આસિસ્ટન્ટ બનાવી લો, તે તમારું કામ ઘણું સરળ કરી દૃેશે.”

CBSEના પોર્ટલ પર સાયબર એટેક

રી-વેલ્યુએશનમાં ૨ મિનિટમાં ૧૫ લાખ હિટ્સ, ફાઈલ એક્સેસ કરવાનો પ્રયાસ

આ પોર્ટલ હાલમાં એક સમયે ૮૦૦૦થી વધુ યુઝર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ) ના રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીઓના પુન:મૂલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી રહૃાા છે. આ દૃરમિયાન બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાઓ થયા છે, પરંતુ તેમ છતાં સાયબર સુરક્ષા ટીમે તેને નિષ્ફળ બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓએ કોઈ મોટી પરેશાની વગર પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
સીબીએસઈના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ હાલમાં એક સમયે ૮૦૦૦થી વધુ યુઝર્સને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. મંગળવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં ૧૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પોતાની અરજી સબમિટ કરી ચૂક્યા હતા. પરંતુ, બોર્ડે જણાવ્યું કે, જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધી, તેમ તેમ કેટલાક તોફાની તત્વોએ પોર્ટલની સેવાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં થયેલા સાયબર હુમલામાં માત્ર ૨ મિનિટની અંદૃર પોર્ટલ પર અંદૃાજે ૧૫ લાખ હિટ્સ નોંધાયા હતા.
આ સિવાય, ૧ લાખથી વધુ વખત અનધિકૃત રીતે પોર્ટલની ફાઈલો સુધી પહોંચવાનો અને ડેટા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો કે, આટલા મોટા હુમલા છતાં ઝ્રમ્જીઈ ની સાયબર સુરક્ષા ટીમ સતત એક્ટિવ રહી હતી, અને આ હુમલાઓનો સામનો કરીને પોર્ટલની સેવાઓ સામાન્ય રાખવામાં સફળતા મેળવી હતી. બોર્ડનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તેમની ટેકનિકલ ટીમ ચોવીસ કલાક મોનિટિંરગ કરી રહી છે.