થોડા વિલંબથી પણ હવે ચોમાસાએ ગતિ પકડી
૬ જાુન સુધી વાવાઝોડા સાથે વરસાદૃની ચેતવણી
નવી દિલ્હી: દેશભરમાં હવે નૈરૂત્યના ચોમાસાની રાહ જોવાઈ રહી છે અને હવામાન પણ હવે થોડું સાનુકુળ બની રહ્યું છે તે સમયે ચોમાસુ હવે ગુરૂવારે કેરળના દરિયાકિનારે પહોંચી જશે. ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે તા.4ના રોજ ચોમાસુ કેરળ પહોંચી જવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ આગળ વધી રહ્યું છે તથા પરીસ્થિતિ પણ સાનુકુળ છે. તે દક્ષિણ પશ્ર્ચીમ તથા દક્ષિણ પુર્વ અરબ સાગર લક્ષ્યદ્વીપના ટાપુઓ ભણી આવે છે તથા તા.4ના રોજ કેરળ-તામિલનાડુ તથા બંગાળના અખાતના વધારાના ક્ષેત્રમાં તા.4ના રોજ પહોંચી જશે. નૈઋત્યનુ ચોમાસુ સામાન્ય રીતે મે માસના ત્રીજા સપ્તામાં આંદામાન-નિકોબારના ટાપુ ક્ષેત્રમાં પહોંચે છે અને ત્યાંથી આગળ વધી 1 જૂનના રોજ કેરળ પહોંચે છે પણ આ વર્ષે અલનીનોના ભય વચ્ચે ચોમાસુ ચાર દિવસ વિલંબથી પહોંચી રહ્યું છે. હવામાન વિભાગ ચોમાસાની ચાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ દિૃલ્હી-દ્ગઝ્રઇ સહિત ઉત્તર-પશ્ર્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં આગામી પાંચ દિૃવસ એટલે કે ૬ જૂન સુધી વાવાઝોડા અને વરસાદૃ યથાવત રહેવાની આગાહી કરી છે. આ દૃરમિયાન ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ૈંસ્ડ્ઢ અનુસાર, ૧૮ રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ છે. આમ, તેજ પવનો સાથે મધ્યમથી ભારે વાવાઝોડાની પણ શક્યતા છે. જેમાં ૨ થી ૫ જૂન સુધી રાષ્ટ્રીય રાજધાની દિૃલ્હીમાં વાદૃળછાયું વાતાવરણ રહેવાની સાથે વાવાઝોડા સાથે હળવો વરસાદૃ પડી શકે છે. તેવામાં દૃેશમાં ચોમાસાને લાઇન પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે.