ચાલુ નાણાકીય વર્ષમાં 2026-27ના એપ્રિલ દરમિયાન નિકાસ 13.78 ટકા ઉછળીને 43.56 અબજ ડોલર રહી, જે છેલ્લા 4 વર્ષથી સૌથી વધુ છે
ખાડી દેશોમાં જંગ વચ્ચે ભારતની નિકાસમાં દસ આંકડાનો વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ દરમિયાન નિકાસ 16.78 ટકા વધીને 43.56 અબજ ડોલર રહ્યું. વાણિજય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. વાણિજય મંત્રાલય 15 જૂને મે ના વેપારનો આંકડો જાહેર કરશે.
અધિકારીનું કહેવું છે કે આ બે મહિના દરમિયાન નિકાસમાં દસ આંકડામાં વૃદ્ધિ થઈ છે. એપ્રિલમાં નિકાસ 13.78 ટકા વધીને 43.56 અબજ ડોલર રહી, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ માસિક નિકાસ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિ દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે થઈ છે. વેપાર નુકશાન વધીને ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે 28.68 અબજ ડોલર પર પહોંચી ગયું.
અધિકારીએ એ પણ જણાવ્યું કે વાણિજય મંત્રાલય ભારતની મુક્ત વેપાર સમજુતીના બારામાં જાણકારી આપવા માટે દેશભરના એક હજાર લોકોને નિયુક્ત કરશે. તેમણે જણાવ્યું હતું કે આપણને વિભિન્ન ભાષાઓના લોકોની જરૂરિયાત છે. નિયુક્તિ પ્રક્રિયા માટે દસ્તાવેજી કાર્યવાહી ચાલી રહી છે. ભારતે સંયુક્ત અરબ અમીરાત, ઓમાન, ઓસ્ટ્રેલિયા, ઈએફટીએ બ્લોક અને મોરેશિયસની સાથે મુકત વેપાર સમજુતી લાગુ કરી છે. તેમણે બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઈયુ સાથે પણ આ સમજુતીને અંતિમ રૂપ આપી દીધું છે.
ઉત્પાદન ગતિવિધિઓ: ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તર પર: દેશમાં કંપનીઓની ઉત્પાદન ગતિવિધિઓ મેમાં ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. સોમવારે જાહેર માસિક સર્વેક્ષણમાં આ બાબત બહાર આવી છે, મજબૂત ઘરેલુ માંગ, પ્રોજેકટસમાં ઝડપ અને નવો વેપાર વધવાથી ઉત્પાદન ગતિવિધિને મજબૂતી મળી. એચએસબીસી ઈન્ડિયા ઉત્પાદન ખરીદ વ્યવસ્થા સૂચકાંક (પીએમઆઈ) મેમાં 55.0 રહ્યો, જે એપ્રિલના 54.7થી વધુ છે. તે છેલ્લા ત્રણ મહિનાના ક્ષેત્રની સ્થિતિમાં સૌથી મજબૂત સુધારાને દર્શાવે છે. ખરીદ વ્યવસ્થા સૂચકાંકની ભાષામાં 50થી ઉપરના અંક વિસ્તાર, જયારે 50થી નીચેના અંક સંકોચનને દર્શાવે છે.