ત્ાૃણમૂલ કોંગ્રેસ માટે હાલ અગ્નિપરીક્ષાનો સમય છે મમતા પોતાના ધારાસભ્યોનો અસંતોષ શાંત નહીં કરે તો આંતરિક ફૂટ વધારે વકરશે
રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન્ોતાઓ તથા કાર્યકર્તાઓ માટે આજના સમયમાં વિચારધારા, સિધ્ધાંત અને શિસ્તની સરખામણીમાં સત્તા મેળવવી વધુ મહત્વપ્ાૂર્ણ માનવામાં આવે છે.
મતલબ કે જો ન્ોતાઓ પાસ્ો સત્તા હોય તો ત્ોમની વિચારધારા અન્ો શિસ્ત માટે કેટલાક માપદૃંડ હોય છે અન્ો જો હાથમાંથી સત્તા જતી રહે તો આ ન્ોતાન્ો કોઇ વિચારધારાની અને કોઇ શિસ્તની િંચતા હોતી નથી.
પશ્ર્ચિમ બંગાળમાં ત્ાૃણમૂલ કોંગ્રેસનો વિધાન સભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પરાજય થયો હતો. અન્ો હવે ત્ાૃણમૂલ કોંગ્રેસ દ્વારા વિદ્રોહ કરવાની ચિનગારી સળગાવવામાં આવી છે. શું આ બાબત સત્તા જતી રહૃાા પછીની વૃત્તિ અને પ્રવૃતિ નથી?
છેલ્લા ૧૫ વર્ષમાં પશ્ર્ચિમ બંગાળમાં સત્તા ત્ાૃણમૂલ કોંગ્રેસ પાસ્ો હતી ત્ો દૃરમ્યાન છૂટાછવાયા વિદ્રોહના શ્યો નજરે પડ્યા હતા પરંતુ ચૂંટણીમાં થયેલા પરાજય પછી હવે જે થઇ રહૃાું છે ત્ો ખુલ્લો વિદ્રોહ છે.
અગાઉ પક્ષના સાંસદૃોે પક્ષના વડા મમતા બ્ોનરજી વિરૂધ્ધ મોર્ચો ખોલ્યો હતો ત્યારે હવે ધારાસભ્યોએ પણ વિદ્રોહ શરૂ કર્યો છે.
આ વિદ્રોહ શિવસ્ોના તથા રાષ્ટ્રવાદૃી કોંગ્રેસ પક્ષ જેવી હશે કે નહીં ત્ો વાત અત્યારે જણાવવી મુશ્કેલી વાળી છે. પરંતુ એક મહિના અગાઉ પક્ષના ચૂંટણીના પ્રતિક પર વિજય મેળવીન્ો ધારાસભ્ય બનવા વાળા ન્ોતાઓમાં એકાએક પાર્ટીના ન્ોત્ાૃત્વમાં ઉણપો નજરે પડી રહી છે.
શું આવા ન્ોતાઓ હવે પક્ષ પલ્ટો કરીન્ો ભાજપમાં જોડાવા માંગ્ો છે? મહારાષ્ટ્રના રાજકારણમાં ગત વર્ષે શિવસ્ોના અને કોંગ્રેસમાં જે રીત્ો વિદ્રોહ થયો હતો ત્ોનાથી રાજકીય વિશ્ર્લેષકો અચરજમાં પડી ગયા હતા.
ઉધ્ધવ ઠાકરે અને શરદૃ પવાર જેવા મોટા ગજાના ન્ોતાઓનો સાથ છોડીન્ો ધારાસભ્યોએ અલગ પક્ષની રચના કરી હતી અને પ્રજાનું સમર્થન પણ મેળવી લીધું હતું. વિદ્રોહ કરનારા ધારાસભ્યોએ પક્ષનું ચિહ્ન મેળવી લીધું હતું.
આથી પ્રશ્ર્ન ઉપસ્થિત થઇ રહૃાો છે કે, શું મહારાષ્ટ્રના રાજકારણનું પશ્ર્ચિમ બંગાળમાં પુનરાવર્તન થઇ રહૃાું છે? જે ખેલ મહારાષ્ટ્રમાં થયો હતો ત્ોવી ઘટના જો પશ્ર્ચિમ બંગાળમાં થાય તો આ બાબતથી ઘણા પ્રશ્ર્નો ઉપસ્થિત થશે સૌથી મોટી વાત આ છે કે, રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ વંશવાદૃા રાજકારણથી તંગ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં શિવસ્ોનાના કાર્યકર્તાઓએ ઉદ્ધવ ઠાકરેન્ો ન્ોતા માન્યા હતા પરંતુ આદિૃત્ય ઠાકરેના ન્ોત્ાૃત્વનો અસ્વીકાર કર્યો હતો. શરદૃ પવારના ન્ોત્ાૃત્વનો સ્વીકાર કર્યો પરંતુ સુપ્રિયા સુલેનું ન્ોત્ાૃત્વ ત્ોમન્ો નાપસંદૃ હતું.
આ રીત્ો ત્ાૃણમૂલ કોંગ્રેસમાં કાર્યકર્તાઓ મમતા બ્ોનરજીન્ો માન આપી રહૃાા છે પરંતુ અભિષેક બ્ોનરજીનું ન્ોત્ાૃત્વ ત્ોમન્ો પસંદૃ નથી. પશ્ર્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં જો ત્ાૃણમૂલનો વિજય થયો હોત તો આ સ્થિતિનું નિર્માણ થયું ન હોત.
પક્ષના હારી જવા પછી ધારાસભ્યો અને અન્ય ન્ોતાઓ પક્ષના સ્થાન્ો પોતાના રાજકીય ભવિષ્યની િંચતા કરી રહૃાા છે. પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે જે હલચલ થઇ રહી છે ત્ો ભારતના રાજકારણની બદૃલાતી તસવીર છે આથી રાજકીય પક્ષોએ સંગઠિત થઇ લોકશાહીનું રક્ષણ કરવું જોઇએ.
બીજી તરફ ત્ાૃણમૂલ કોંગ્રેસમાં મહારાષ્ટ્રની શિવસ્ોના અન્ો એનસીપીની જેમ પક્ષમાં ભંગાણ પડ્યું છે અન્ો વિપક્ષના ન્ોતા બનવા બ્ો જૂથના ન્ોતાઓ દૃાવો કરી રહૃાા છે આ ઉપરાંત ત્ાૃણમૂલ કોંગ્રેસના પ્રતિક માટે મહારાષ્ટ્રની શિવસ્ોના અન્ો એનસીપીની જેમ ખેંચતાણ શરૂ થઇ છે.